એપલે બેસ્ટ અને લેટેસ્ટ ફિચર્સ વાળા ત્રણ આઇફોન મૉડલ લૉન્ચ કરી દીધા છે. આ વખતે કંપનીએ આઇફોનમાં કેટલાક નવા ફેરફારો કર્યા છે. એપલે iPhone XS, XS Max અને XR મૉડલ લૉન્ચ કર્યા છે. આમાં આખા વાત એ છે કે, આઇફોન XS અને XS Maxમાં કંપનીએ પહેલીવાર ડ્યૂલ સિમ સપોર્ટ ફિચર આપ્યું છે. જોકે આ કામ eSIM દ્વારા શક્યા બની શકશે. અહીં અમે તમને ઇસિમ વિશે માહિતી આપી રહ્યાં છીએ જાણો શુ છે eSIM.
શું છે eSIM – ‘eSIM’ નો સંબંધ એક નવા સ્ટાન્ડર્ડ સાથે છે જેને GSMA દ્વારા પ્રમૉટ કરવામાં આવ્યું છે. GSMA એક એસોશિએશન એ છે જે દુનિયાભરના નેટવર્કને રિપ્રેઝન્ટ કરે છે. આ એક ઇન્ટિગ્રિટેડ સિમ તરીકે ડિવાઇસમાં આવે છે અને આને ડિવાઇસથી અલગ નથી કરી શકાતું.
આ એક ઇન્ટિગ્રેટેડ ઇસિમ છે અને આને ઔપચારિક રીતે એમ્બેડિડ યૂનિવર્સલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ કાર્ડ (eUICC) તરીકે ઓળખવામાં આવે છે. આની લંબાઇ માત્ર 6 મિલીમીટર અને પહોંળાઇ 5 મિલીમીટર છે, આને મેન્યૂફેક્ચરિંગના સમયે જ મધરબોર્ડમાં લગાવવામાં આવે છે. આ સામાન્યા રિમૂવેબલ સિમ વાળા બધા જ કામો કરી શકે છે. આમાં એમ2એમ (મશીન ટૂ મશીન) અને રિમૉટ પ્રૉવિઝનિંગ ક્ષમતાઓ છે.
ઇસિમમાં રિમૉટ પ્રૉવિઝનિંગ ક્ષમતાના કારણે યૂઝરને એક્ટિવેશન અને ફોન મેનેજ કરવાના સમયે બેસ્ટ કસ્ટમર એક્સપીરિયન્સ મળે છે. ફોનના સેટિંગમાં જઇને યૂઝર ઓપરેટર અને પ્લાન સિલેક્ટ કરી શકો છો.
યૂઝરની લાંબા સમયની માંગને જોતા એપલે પોતાના નવા આઇફોન મૉડલ્સમાં ડ્યૂલ સિમમાં eSIMનો કન્સેપ્ટ આપ્યો છે. આ આઇફોનમાં હવે તમારે એક જ ફિઝિકલ સિમ યૂઝ કરવું પડશે, એટલે કે એક ફિઝીકલ સિમ અને એપલ ઇન્ટિગ્રેટેડ eSIM લગાવીને તમે આને ડ્યૂલ સિમ તરીકે યૂઝ કરી શકો છો. જોકે, ટેલિકૉમ કંપનીઓએ પણ eSIM સપોર્ટ આપવો પડશે. હાલ આ ફિચર ભારતમાં એક્ટિવ નહી થાય પણ આગામી દિવસોમાંથી થઇ શકે છે.
2016માં સૌથી પહેલા સેમસંગ ગિયર એસ2 3જીમાં ઇસિમનો યૂઝ કરવામાં આવ્યો હતો. પણ એપલ વૉચ 3 દ્વારા ઇસિમ ટેકનોલૉજી સ્પૉટલાઇટમાં આવી હતી.