નીરવ મોદી, દલિત આંદોલન, પેપર લીક જેવી ઘટનાથી કાર્યક્ષમતા ઘટી
બજેટ સત્રનો બીજો તબકકો છઠ્ઠી એપ્રીલે પૂર્ણ થનાર છે અને સત્ર સતત ધોવાણ તરફ વધી રહ્યું છે. વર્તમાન સત્રમાં વિવિધ મુદાઓ પર વિરોધી પક્ષો દ્વારા સતત વિવાદો ચાલી રહ્યા છે એવામાં બજેટ સત્રનું સંપૂર્ણ કામ વ્યવસ્થિત થયું નથી. છેલ્લા ૧૮ દિવસોમાં લોકસભા અથવા રાજયસભા દ્વારા કોઈ નોંધપાત્ર વ્યવસાયનું પરિવહન કરવામાં આવ્યું નથી. સોમવારે રાજયસભામાં વધુ અસ્ત વ્યસ્ત સ્થિતિ જોવા મળી હતી અને અધ્યક્ષ વેકૈંયા નાયડુને મિનિટોમાં હાઉસ સ્થગિત કરવા દબાણ કર્યું હતું.
ટીડીપી આંધ્રપ્રદેશને ખાસ દરજજો આપવાની માંગ કરી હતી અને તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા કરવા સીબીબીની રજુઆત કરવામાં આવી હતી. હાલ બજેટ સત્રને લઈને થયેલા અનેક ફેંસલાઓનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો હોવાને કારણે સંસદમાં કશુ કાર્ય વ્યવસ્થિત થયું નથી. છેલ્લા ૧૮ દિવસોમાં દલિત આંદોલન, સીબીએસઈ પેપર લીક, નીરવ મોદી બેંક કરપ્ટ જેવા કેસોની ભરમાર રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,