અર્થતંત્ર – કૃષિક્ષેત્રને ‘સઘ્ધર’ કરવા ‘ઝીરો બજેટ’ ખેતી આશિર્વાદ રૂપ

સૈા કોઇ જાણે છે કે  વર્તમાન કાળમાં ખેતી ખોટનો ધંધો છે.અનેક અનિશ્ચતતાઓ વચ્ચે ખેતી ભાગતી જાય છે . ગામડામાંથી  આમ આદમી ખેતી છોડી શહેરની ગંદી- ઝુંપડપટી તરફ ભાગવા લાગ્યો છે . શારીરિક શ્રમ , મહેનત , કાળી મજુરી છોેડી ભણેલો વર્ગ ખેતી કરવા તૈયાર નથી . તેને શહેરની એર કંડીશન્ડ રૂમમાં બેસી કાળા ધોળા કરી પૈસા કમાવવાનું વધુ પસંદ પડતું જાય છે . એક વખત ” જગતનો તાત કહેવાતો ખેડૂત આજે બીચારો બની ગયો છે . નિરાશ થઈ ગયો છે . દેવાનો ડુંગરમાં દટાઈ રહયો છે . ચારે બાજુથી શોષણખોરીનો ભોગ બની રહયોછે ,

એક તરફ એકવીસમી સદીની વિકાસની દોટથી સૌ અભિભૂત છે . કહેવાતી ડીઝીટલ મીડીયા અને કમ્પ્યુટર ક્રાંતિથી અંજાઈ ગયેલી દુનિયાને તેમાજ વિકાસ દેખાઈ રહયો છે . ’ દુનિયા કરલો મુઠીમે ’ ’ ની દોડમાં પાયાની વાતો વિસરાઈ ગઈ છે . ઔદ્યોગિક ક્રાંતિ જ જાણે દુનિયાનો ઉધ્ધાર કરી શકશે એવા ભ્રમમાં સૌ કોઈ રાચવા લાગ્યા છે . અને આ સાથ ેવિકાસનું વરવું સ્વરૂપ માનવ અને પ્રકૃતિસજીત આફતોના રૂપમાં વિશ્વને વિનાશ તરફ ધકેલી રહયું છે . પરંતુ અજવાળાના અતિ પ્રકાશમાં પાછળના કાળા ઘોર અંધારા તરફ જાણી જોઈને શાહમુગી અનદેખી થઈ રહી છે . આ વાસ્તવિક પરિસ્થિતિમાંથી ક્યારે બહાર આપીશું ? કે પછી ધૂમકેતુની ’ વિનિપાત ’ ’ વાર્તાની જેમ સંપૂર્ણ વિનાશ પછી જ નવસર્જન થશે ? મોટો પ્રશ્નાર્થ છે ! બધુ ખતમ થઈ જાય તે પહેલા જાગીએ તો સારૂ !

આપણે કિસાનોની અને ખેતીની જ વાત કરીએ . ગમે તેવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ આજે આ કિસાન આપણને અનાજ , ફળ ફળાદી , શાકભાજી પુરા પાડે છે . કહો કે આપણું જીવન જ કિસાન પર નિર્ભર છે . આહાર વગરના જીવનની કલ્પના થઈ શકે ? અને એટલે જ કિસાન તરફી સમજુ વગ કહેવા લાગ્યો છે કે શું મશીન કે યંત્રથી આપણું પેટ ભરાશે ? જો કિસાન હડતાલ પર જાય અથવા તો પોતા પુરતું જ અનાજ ઉગાડે તો આપણી બધાની દશા શું થાય ? આ ક્લ્પના માત્ર જ ધ્રુજારી ઉપજાવનારી છે .

સૌ કોઈ જાણે છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે . ખેતી અને પશુપાલન તેનો મુખ્ય વ્યવસાય છે . ગામડું દેશનું હૃદય છે . કૃષિકારો માટે સંનિષ્ઠ પ્રયાસો પણ થાય છે . પરંતુ આ બધુ પશ્ચિમી આંધળા અનુકરણની માફક ! દરેક દેશ , સમાજને પોતાની આગવી વિશિષ્ટતા પોતાનું પોત હોય છે . સામાજીક , આર્થિક , ભૌગોલિક , પારંપારીક સ્થિતિ મુજબ સમાજ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે . અને તેથી દરેક દેશ – સમાજ ની સમસ્યાઓનો ઉકેલ આગવી રીતે થાય તે જ શ્રેષ્ઠ હોય શકે . અન્ય દેશ સમાજના સફળ પરિણામો દરેક જગ્યાએ ઠોકી બેસાડી શકાય નહીં દરેક જગ્યાએ એક જ મોડેલ ન ચાલે , વિકાસના મોડેલ પણ વિકેન્દ્રીત જ હોય . જેમ ” તુંડે મતિ : ભીન્ના ” સ તેમ દરેક વિસ્તારના પ્રશ્ર્નોનો ઉકેલ પણ જુદી જુદી રીતે જ હોઈ શકે

આ ખેતી ટુંકી થતી જાય છે . વરસાદ- પાણીની અનિયમિતતા છે . વિજળીની અનિશ્ચિતાછે . બીયારણ – ખાતર- ખેડ લણણી મોંઘા થતા જાય છે . બજારભાવ મળતા નથી . ખેડૂત બિચારો વેલ્યુ એડીશન કરી શકતો નથી , સરકારો પણ અધકચરા ઉપાય તરીકે દરેક જગ્યાએ બટકુ રોટલો નાંખી ખાડો પૂરવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે .

નાના , સિમાંત અને એસ.ટી. એસ.સી ખેડૂતોને રાહત આપવા યોજનાઓ બને છે . કરોડોનું બજેટ ફાળવાય છે . છતા પણ પરિણામ શુન્ય ! બેંકો દવારા રાહત દરની લોન આપવામાં આવે છે . છતા પણ ખેડૂત દેવાદાર જ બનતો જાય છે . આવી વરવી પરિસ્થિતિનો ઉપાય શું છે ?

ઉપાય છે ’ ’ શુન્ય લાગત કૃષિ ’ ’ , ’ ’ ઝીરો બજેટ ખેતી ’ ’ ! ઘણાને ન સમજાય તેવી વાત છે . ઘડીયાળના કાંટા પાછા ફેરવવા જેવી આ વાત છે . આધુનિકતાનો અંચળો છોડી મહાત્મા ગાંધીની પ્રકૃતિ તરફની પીછેહઠ , કુદરત સાથે તાલ મીલાવી , ખોટા ખર્ચ વગરની , સરળ ખેતી તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે . અહિં મારો કહેવાનો

ભાવાર્થ અઢારમી સદીમાં કે મધ્યકાલિન પાષાણ યુગમાં પાછા જવાનો લગીરેય નથી . બલ્કે આપણી પોતાની વૈવિધ્યતા પૂર્ણ પ્રણાલી – સંસ્કૃતિને વર્તમાન વિજ્ઞાન સાથેના હોલીસ્ટીક ’ દ્રષ્ટિકોણ સાથે જોડી શ્રેષ્ઠતા તરફ જવાનો પ્રયાસ છે વિજ્ઞાનનો જ્યુડીશીયસ એટલે કે વિવેકપૂર્ણ ઉપયોગ અને આપણી વંશપરંપરાગત કોઠાસુઝ, આવડત અને કુનેહનો સમન્વય ’ કૃષિ ” ક્ષેત્રે કરવાનો સમય પાકી ગયો છે . કહોકે અતિ આવશ્યક બની ગયો છે . આ માટે સરકારે માનસિકતા બદલી , હળવે હળવે – ધીમે ધીમે સુધારો કરવાની એ જ પ્રાયોગિક અથવા સ્ટેપવાઈઝ કામ કરવાની પધ્ધતિ છે.ડી ધરમૂળથી શુભ શરૂઆત કરવી પડશે . એકી સાથે નકામુ બધુ બંધ કરી નવી શરૂઆત કરવી પડે ! આમાં ’ ગેજયુઅલી ’ જેવી વાત નહીં ચાલે !!

આપણા ગાય – બળદ અને અન્ય પશુઓના ગોમુત્રનો જંતુનાશક અને ખાતર બનાવવામાં ઉપયોગ ન થઈ શકે ! ગોમુત્ર શ્રેષ્ઠ જંતુનાશક- કિટનિયંત્રક છે . ગોમુત્ર , આંકડો , લીમડો , પીપળો , વડ , અરડૂસી કે જરૂર મુજબ અન્ય વનસ્પતિના પાન- થડ – મૂળ જે સહજ રીતે ખેતરની આસપાસ કે પડતર ખુલ્લી જમીનમાં ઉપલબ્ધ છે . બધાનું પાણીમાં મિશ્રણ કરી થોડો ગોળ કે લોટ- કઠોળ નાંખી શ્રેષ્ઠ જંતુનાશક બનાવી શકાય . કિટનિયંત્રકની સાથે પાકને સારો ખોરાક પણ મળી રહે છે . આજની મોંધીદાટ કેમીકલ અને રાસાયણિક દવાઓની જરૂર જ ન રહે . ખેડૂતને દવા છાંટતી વખતે ઝેર ચડવાથી મૃત્યુ ના મુખમાં જતો પણ બચાવી શકાશે . સાથે ઝેર રહિત અનાજ સૌને ખાવા ન મળતા અનેક રોગોમાંથી ગૃહત મળશે . પર્યાવરણ નહીં બગડે દવા માટે એક પણ રૂપિયાના ખર્ચ વગર ’ ’ ઝીરો બજેટ ’ ’ જંતુનાશક !

હવે વાત રહી પાણી, લાગણી, સ્ટોરેજ વગેરેની કુવાના બોરનાસ, કેનાલના પાણીનું વિવેકપૂર્ણ દોહન, તેમાંય વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો સમન્વય! ખેડુતની પોતાની જાત મહેનત,, કયાંક ઢાલ! બળદ આધારીત યંત્ર વગરની ખેરી ! બળદ ગાયને તો પાકમાંથી જરુરી આહાર મળી રહેશ. ટ્રેકટરસ ડીઝલ, મજુરીના ખર્ચ વગરની જાત મહેતમાંથી ઝીરો બજેટ ખેતી! તો પાકમાંથી જરુરી આહાર મળી  જો ઉપરોક્ત કહયા પ્રમાણે ખેતી પરો , કરવામાં આવશે અને ખરેખર વ્યાજબી ભાવ મળશે તો પણ એટલો તો નફો મળશે જ ! કારણ કુંટુંબને પોતાના અનાજ શાકભાજી – ફળફળાદી – દૂધ – દહીં ધી- ખેતી – પશુપાલનમાંથી મળી જ રહેવાના ! આમ જરૂરિયાત ઓછી થતા ખર્ચ આછા થતા સ્વાભાવિક નફો રહેશે – ખતા નફાકારક બનશે . આનુ નામ છે ‘ઝીરો બજેટ ખેતી

ઉપરોક્ત વિચારને આપણે ’ ’ ગૌ આધારિત ઝીરો બજેટ કૃષિ” ઓળખીશું , સમજી લઈએ કે આવનારા દિવસોમાં વૈશ્વિક ઓઈલ કટોકટી ઉભી થશે ત્યારે ગૌમાતા અને તેના પંચગવ્ય – દૂધ – ઘી – દહીં , ગોમૂત્ર અને ગોબર જ આપણને વૈશ્વિક વિનાશની આફતમાંથી ઉગારવામાં નિમિત્ત બનવાના છે . આ વાતને જેટલા વહેલા સમજીએ એટલું સારૂ ! સરકાર દરેક ખેડૂતને આ માટે એક ગાય અને એક કે બે બળદની વ્યવસ્થા માં મદદરૂપ થાય અટલું જ પુરતું છે . પડતર જમીનમાં વિશાળ ચરિયાણો ઉપલબ્ધ થાય . વિપુલ પ્રમાણમાં ઘાસચારો ઉત્પન થાય . જંગલો – નદીઓનું પ્રમાણ વધે . એટલું જ જરૂર છે . બજેટનું રી – સલીંગ કરવાની સાથે ખેડૂત – જગતનો તાત પણ પોતાનું ગૌરવ સમજે , પોતાનું સ્વાભિમાન સમજે . જગતના તાતનું બિરૂદ જાળવવા માટે થોડુંક ગુમાવવું પડે અને તે ગુમાવવાનું એટલે કે ખોટી ભીખ માંગવાની બંધ કરીએ , ખોટી લાચારી બંધ કરીએ , ખોટા લાભ લેવાનું છોડીએ , શ્રમનું મહત્વ સમજીએ . નિષ્ક અને પ્રમાણિકતાથી ખેતી કરીએ . ગૌમાતાને પાળી ખરા આશીર્વાદ લઈએ તો બધુ આપઆપ જ ગોઠવાઈ જશે . કુદરત પણ આપણી વહારે આવશે . પૂરતા વરસાદ , યોગ્ય હવામાન અને સુચારૂ વૈશ્વિક પર્યાવરણ નો લાભ મળતો થશે . આ કુદરતનો કાનુન છે . તેને સમજીએ . એક વખત દેવાનું વિષચક્ર તૂટશે એટલે પોઝીટીવ ગતિ પકડાશે ખેડૂત જીવશે તો જ ખેતી બચશે અને તોજ આપણે સૌ બચશું.માટે આપણા સ્વાર્થ અર્થે પણ ખેડૂતો અને ખેતીને બચાવવાના હર સંભવ પ્રયાસમાં આપણે યથાશક્તિ જોડાઈએ , એમાં જ આપણું શ્રેય છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.