માણસ જાતે પોતાની પ્રગતિ માટે પર્યાવરણને ખૂબ બગાડ્યું છે. હવે તેની ભયાનક અસરો આવવાની પણ શરૂ થઈ ગઈ છે. જો કે બીજી તરફ હવે આ જ પ્રગતિને પર્યાવરણ બચાવવા માટે કામે લગાડવાની તૈયારીઓ ચાલી રહી છે.
કાર્બન ઉત્સર્જનમાં મોખરે એવા ચીને એક એવી માછલી બનાવી છે જે માઇક્રોપ્લાસ્ટિક ખાય છે. તે ચોખાના દાણા કરતા ઘણા નાના પ્લાસ્ટિકના ટુકડા ખાવા માટે સક્ષમ છે. તે સમુદ્રને સાફ કરવા માટે બનાવવામાં આવી છે. આ કાળા રંગની રોબોટિક માછલી પ્રકાશની મદદથી કામ કરે છે. .
દક્ષિણ-પશ્ચિમ ચીનની સિચુઆન યુનિવર્સિટીના ચીની વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યું હતું કે આ રોબોટિક માછલીઓ એક દિવસ વિશ્વભરના મહાસાગરોમાંથી માઇક્રોપ્લાસ્ટિક કચરો સાફ કરશે. તે નાજુક અને 1.3 સેમી જેટલી લાંબી છે. આવી કેટલીક માછલીઓ સપાટીના ઊંડાણમાં પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવાનું કામ કરી રહી છે. ટીમનું કહેવું છે કે તેઓ હજુ પણ રોબોટિક માછલીઓ પર કામ કરી રહ્યા છે.
રોબોટ બનાવનારી ટીમના સંશોધક વાંગ યુઆને કહ્યું કે, અમે ઓછા વજનવાળી નાની રોબોટિક માછલી બનાવી છે. તેનો ઉપયોગ બાયોમેડિકલ અથવા જોખમી કામગીરી માટે થઈ શકે છે. આ સિવાય આ એક પ્રકારનો નાનો રોબોટ છે, જેને બોડીમાં પણ લગાવી શકાય છે. જે રોગને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. વૈજ્ઞાનિક રોબોટ્સમાં લાઇટનો ઉપયોગ કરીને નિયંત્રિત કરી શકે છે જેથી તેઓ પાણીમાં તરતી અન્ય માછલીઓ અને જહાજો સાથે અથડાય નહીં.
વાંગના મતે, જો તેઓ આકસ્મિક રીતે પાણીમાં અન્ય માછલીઓ દ્વારા ખાઈ જાય તો પણ તે વાસ્તવિક માછલીઓને નુકસાન પહોંચાડશે નહીં. તે આ રોબોટ્સ સરળતાથી પચાવી લેશે. કારણ કે માછલી પોલીયુરેથીનમાંથી બનાવવામાં આવે છે. જે બાયો સુસંગત છે. રોબોટિક માછલી પ્રદૂષકોને શોષી શકે છે અને નુકસાન થાય ત્યારે પોતાની જાતને સુધારી શકે છે. તે 2.76 પ્રતિ સેક્ધડની બોડી લંબાઇ સાથે તરી શકે છે, જે મોટાભાગના કૃત્રિમ રોબોટ કરતાં વધુ ઝડપી છે.