પર્યાવણરદિનની એકમાત્ર 5મી જૂને જ ન ઉજવણી થવી જોઇએ. દરેક સમયે દરેક પળે પર્યાવરણનું, જીવસૃષ્ટિનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. પર્યાવરણ છે તો જ જીવસૃષ્ટિ છે. જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ પર્યાવરણ સાથે જોડાયેલું છે. એટલે આજે પર્યાવરણથી દૂર ભાગતા માનવીએ પર્યાવરણનું જતન પોતાના માટે, પોતાની ભાવિ પેઢીને ટકાવી રાખવા માટે કરવું અતિ આવશ્યક છે.

vlcsnap 2021 06 04 17h05m15s998 વિશ્ર્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકરતા વન્ય જીવજતુંઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલા લેખોમાં જોવા મળે છે. ત્યારે 1972માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5મી જૂનને  ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ તરીકે જાહેર કરાયો ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણએ આપણા જીવનનો મુખ્ય સ્તંભ છે. આહારકડી થકી આજે જીવ ટક્યા છે. માટે માનવીએ પર્યાવરણનું જતન તથા સંવર્ધન કરવું આવશ્યક છે, ત્યારે આજે “વિશ્ર્વ પર્યાવરણ દિવસ” નિમિતે અબતક દ્વારા વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

વૃક્ષો વાવવા એ એક યજ્ઞ છે : વી.ડી. બાલા, નવરંગ નેચર ક્લબ

vlcsnap 2021 06 04 17h07m36s808

વી.ડી. બાલાએ જણાવ્યું કે ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ નિમિતે લોકોને કહીશ કે કીડીને કણ અને હાથીને મણ, કુદરત આપે છે હવે જરૂર માત્ર એ જ છે કે આપણે કુદરતને ખલેલ નથી પહોંચાડવાની પરંતુ તેનુ જતન કરવાનું છે. ઇશ્ર્વરીયા વીડીમાં હજુ ગયા વર્ષનું પાણી હોવાથી અનેક જીવજંતુને પાણી મળી રહે છે. ઘાસ અને વૃક્ષો થકી તળ હર્યુભર્યું થઇ જાય છે. ખાસ તો ઘાસ વચ્ચે લીંબડા ઉગેલા ઘણી વખત જોવા મળે છે જેનું કારણ એ છે કે પાકી લીંબોળી ખાય અને ઘાસ પર કે બોરડી પર બેસી ચરકે છે ત્યારે ચરકમાંથી લીંબડો ઉગી જાય છે.

vlcsnap 2021 06 04 17h06m31s383

ખાસ તો જે તે ઘાસના ઝાડ ઉગે છે તેનું કારણ જમીનની ફળદ્રુપતાને પણ કહી શકાય આમ, કુદરતી વૃક્ષો વાવવાની પધ્ધતી ખૂબ સારી છે. માટે તેને ખલેલ ન પહોંચાડવી. વીસ વર્ષના એક ઝાડની કિંમત વૈજ્ઞાનિકોના મત મુજબ ચાલીસ લાખ છે. માટે વૃક્ષો વાવવા એ એક યજ્ઞ છે. જેથી દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવું જ જોઇએ. પૃથ્વી પર રહીને પૃથ્વીની માવજત કરવી જ જોઇએ.

જંગલના સફાઇ કામદાર જરખની આ નિશાની !!

કોઇપણ જંગલ કે વીડીમાં જ્યારે પણ એક જગ્યા પર છૂટાછવાયા હાડકા જોવા મળે એટલે તે જરખની નિશાની છે. જરખનો ખોરાક હાડકા પણ છે જેથી તે અલગ-અલગ જગ્યા પરથી હાડકા એકત્રિત કરી એક જ જગ્યા પર રાખે છે. જેને જંગલનો સફાઇ કામદાર કહેવાય છે.

કુદરતી પાણી ટકાવી રાખવા વૃક્ષારોપણ અતિ જરૂરી

પર્યાવરણના અંગોમાં સૌથી અગત્યના છે વૃક્ષો. વૃક્ષોના મુળીયા થકી પાણી જમીનમાં ઉતરે છે. અને વૃક્ષો થકી જ વરસાદ આવે છે. અને ઘાસ પણ આ જ કાર્ય કરે છે. જેથી ભર ઉનાળે પણ ઇશ્ર્વરીયા વીડીમાં પાણીનું તલાવડુ જોવા મળે છે. ભવિષ્યમાં પાણીની કટોકટી દૂર કરવા માનવજાતે જાગી વૃક્ષો વાવવા જોઇએ.

vlcsnap 2021 06 04 17h09m50s653

કુદરતી રીતે વૃક્ષો ઉગવાના કારણો

એક જગ્યા પર આંકડો હોય ત્યારે તેના બીજ પાછળ કુદરત બીજ પાછળ રૂનું સ્વરૂપ આપેલ છે. જેથી બીજ ઉડીને દૂર સુધી જાય છે. થોડા બીજ એવા છે કે જે ઢોરમાં પગમાં ચોટી જાય છે અને કોઇ જગ્યા પર ઉગે છે. ઉ5રાંત ઘણા બીજ એવા છે કે જે પ્રાણી ખાય અને મળત્યાગ કરે તેમાંથી નીકળે. બોરડીનું જુંડ શિયાળ ઉગાળે છે. પાકા બોર ખાઇને મળત્યાગ કરે છે. જેથી બોરડી ઉગી જાય છે. આમ કુદરતે સિસ્ટમ શરૂ કરી છે જેનું જતન કરવું છે.

એન્ગ્યુલેટ કુળના પશુઓની ખાસીયત 

એન્ગ્યુલેટ કુળના પશુઓની એ ખાસીયત છે કે જેમનું કુટુંબ એક જ જગ્યા પર મળત્યાગ કરે છે. જેથી જે-તે જમીન ખાતરથી સમૃધ્ધ થાય. બીજો ફાયદો એ છે કે હરણ જ્યારે મળત્યાગ કરવા આવે છે ત્યારે થોડુ બેધ્યાન રહે છે. આ સ્થિતિનો લાભ શિકારી પ્રાણીઓ હવાની વિરુધ્ધ દિશામાં બેસી હરણોના શિકાર કરે છે. ખાસ તો એન્ગ્યુલેટ કુળના પશુઓ જે મળત્યાગે છે તેના વિવિધ ફાયદા છે. સુકાયેલા મળને ખાંડી, રાત્રે પલાળી ગાળ્યા બાદ તેમાં વરીયાળી ભેળવી પીવાથી હીમોગ્લોબીનમાં વધારો થાય છે. લોહતત્વ વધે છે.

IMG 0

વૃક્ષો વાવવા તો ક્યાં અને કેવા વૃક્ષો વાવશો?

કાળી ચીકણી માટીમાં દેશી બાવળ વાવવા જોઇએ. જ્યારે તાસ વાળી જમીનમાં એ નહીં ઉગે. આમ ગાંડા બાવળને ખારી જમીનમાં જ વાવવું જોઇએ. ઘણી એવી જમીનો છે કે જેમાં બાવળોની ગીચતા વધી છે.

ઘાસના મેદાનમાં નાના કદના વૃક્ષો વાવવા જોઇએ. કરેન્જ અને ઉમળો એ પાણી કાઠાંના ઝાડ છે ખાસ મકાનની બાજુમાં નાના ઝાડ વાવવા જોઇએ. ઉપરાંત ખેડૂતોને ખાસ સૂચન કે જમીન પર કોઇપણ પાકનાં કચરો સળગાવવો નહીં. ખાસ તો હવે ચોમાસામાં વરસાદનું પાણી નીચે ઉતારવું જોઇએ જેથી વૃક્ષોનું જતન કરી શકાય.

વીડીનું મહત્વ શું ?

ઘાસની વીડીનું એક આગવુ મહત્વ છે. વીડીમાં રોજ સહિતના પ્રાણીઓ હોય છે. જો તેમને વીડીંમાં જ ઘાસ મળી રહે તો રોજ કોઇના ખેતરમાં જશે નહીં. મુખ્યત્વે લોકો ઘાસ કાપી લે છે. પશુઓ ચરાવે છે. જેથી રોજને ખોરાક ન મળતા તેઓ ખેતરોમાં જાય છે. જેથી વીડીને સાચવવી. ઉપરાંત કાંટાળા ઝાડમાં નાના-નાના અસંખ્ય જીવો રહેતા હોય છે. ઉપરાંત જંગલોનું જતન પણ જરૂરી છે. વૃક્ષો ન કાપવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.