ત્રિકોણબાગ ખાતેથી મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન: પૂ.સુશાંતમુનિ મ.સા.ના સાનિધ્યે વિરાણી પૌષધશાળામાં ધર્મસભા અને માંગલિક સહિતના કાર્યક્રમો યોજાશે
ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણકના પાવનદિને ગુરુવારના રોજ સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા વહેલી સવારે શ્રમણ ભગવાન મહાવીર પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભાતફેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રસ્થાન કરાવશે. આ સાથે સ્થાનકવાસી જૈન મોટાસંઘ વિરાણી ઔષધશાળામાં ધર્મસભા અને માંગલિક યોજાશે જેની વિસ્તૃત વિગત આપવા જૈન અગ્રણીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વિશ્ર્વને અહિંસા પ્રધાન જૈન ધર્મનો દિવ્ય સંદેશ આપનાર વિશ્ર્વવંદનીય અહિંસાના ઉપાસક કરૂણાસાગર અનંત અનંત ઉપકારી જૈનોના ૨૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના ચૈત્ર સુદ-૧૩ના જન્મ કલ્યાણકના દિવ્ય અવસરે સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ગુરુવારના રોજ સવારે ૬:૪૫ કલાકે ‘શ્રમણ ભગવાન મહાવીર પ્રભાતફેરી’ યોજાશે.
મનને જીત્યુ અને બન્યા મહાવીર દેવોને પણ દર્શનીય મુનિઓને મનનીય અને માનનીય સર્વેને પુજનીય એવા પ્રભુ મહાવીરના વધામણા કરવા સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંઘ, મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ, મહાવીરનગર સ્થા.જૈન સંઘ, ગીતગુર્જરી સ્થા.જૈન સંઘ, ગોંડલ રોડ વેસ્ટ શ્રી અજરામર સ્થા.જૈન સંઘ, સ્થા.જૈન સંઘ, સદર સ્થા.જૈન સંઘ, નેમીનાથ વિતરાગ સ્થા.જૈન, રેસકોર્સ પાર્ક જૈન સંઘ, ઉવસગ્ગહરં સાધના ભવન જૈન સંઘ, શ્રમજીવી જૈન સંઘ, નાલંદા જૈન સંઘ, શેઠ ઉપાશ્રય જૈન સંઘ, જૈન ચાલ જૈન સંઘ, ભકિતનગર જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ જૈન સંઘ, રામકૃષ્ણનગર જૈન સંઘ, વૈશાલીનગર જૈન સંઘ, જંકશન પ્લોટ જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ જૈન સંઘ, આનંદનગર જૈન સંઘ, ષભદેવ જૈન સંઘ, સરિતા વિહાર જૈન સંઘ, સાધુ વાસવાણી જૈન સંઘ, ચૈતન્ય દેવી મ.ટ્રસ્ટ, રાજગિરી ટ્રસ્ટ ઉપાશ્રય જયજિનેન્દ્ર આરાધના ભવન, નવકાર મંડળ આરાધના ભવન તેમજ સંઘાણી જૈન સંઘના શ્રાવકો પરંપરાગત રીતે ઉજવણી કરવા માટે આ પ્રભાત ફેરીમાં ભાઈઓ સફેદ વસ્ત્ર અને બહેનો શુકનવંતા વસ્ત્ર પરિધાન કરી સાથે મુખવસ્ત્રીસ ધારણ કરી જોડાશે.
આ પ્રભાતફેરીનું ત્રિકોણબાગ મધ્યેથી સવારે ૬:૪૫ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી પ્રસ્થાન કરાવશે. જે બાપુના બાવલા લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા મુળવંતભાઈ દોમડીયા ચોક, ભુપેન્દ્ર રોડ થઈને જૈનાચાર્ય ડુંગરસિંગહજી મહારાજ ચોક થઈ શ્રી સ્થા.જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના જાજરમાન વ્યાખ્યાન હોલમાં ધર્મસભામાં પરિવર્તીત થશે. ટમાં રંજનબેન ગુલાબચંદ દોમડીયા પરીવાર દ્વારા મુળવંતભાઈ ચોક ખાતે પ્રભાવના તથા વખારીયા પ્રિન્ટરીએ સૌનું સ્વાગત કરાશે. ઉપરાંત પ્રભાતફેરીમાં સુવર્ણરજતના માતબર લકકી ડ્રો તથા પ્રભાવના પણ કરાશે.
ધર્મસભામાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સરળસમ્રાટ ગાદીપતિ પૂ.ગિરીશચંદ્રજી મ.સા.ના સુશિષ્ય આત્મ દિવાકર ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.મહાવીરના આ જિનશાસનમાં ઝુલે ઝુલતા જીજ્ઞાસુ શ્રાવક ભાઈઓ બહેનોને મહાવીરનો મંગલ સંદેશ અને મહામંગલકારી પ્રભાવક માંગલિક ફરમાવશે.
તેમજ ચૈત્ર માસની શાશ્ર્વતી આયંબિલ ઓળી કરાવવા માટે સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં બિરાજમાન પ્રવર્તિની પૂ.પુષ્પાબાઈ મ.સ.તેમજ પૂ.ડુંગર દરબારના સર્વે અને સંઘાણી સંપ્રદાય અજરામર સંપ્રદાયના પૂ.મહાસતીજી વૃંદની પ્રેરક ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણાદાયી બની રહેશે. પ્રભાત ફેરીમાં આવનાર દરેકને સમગ્ર સંઘોના સહકારથી પ્રભાવના આપવામાં આવશે. પ્રભાત ફેરીની અનુમોદનાર્થે અને વીરના વધામણાના પ્રતિકરૂપે સુવર્ણ ચેન, વીંટી, કરડા, સળી તેમજ રજતના નાના-મોટા સિકકાના લકકી ડ્રોનું પણ અનુક્રમ પ્રમાણે આયોજન કરવામાં આવેલ છે. લકકી ડ્રોના કુપન સ્થળ ઉપર આપવામાં આવશે.
પ્રભાત ફેરીની વિગતો આપવા જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્ર્વરભાઈ દોશી, મયંકભાઈ કોઠારી, કિરીટભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, મનોજભાઈ ડેલીવાળા, મધુભાઈ ખંધા, હિતેશભાઈ બાટવીયા, શશીભાઈ વોરા અને નંદલાલભાઈ કામદારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com