વિશ્વની સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ માટે પરીક્ષણ: ૧૭૮ ટેરાબાઈટ સ્પીડથી એક જ સેક્ધડમાં નેટ ફલીકસની લાઈબ્રેરી થઈ જાય છે ડાઉનલોડ
માત્ર આંખના પલકારામાં જ નેટ ફલીક્સની આખે આખી લાઈબ્રેરી ડાઉનલોડ કરી શકે તેવી વિશ્ર્વની સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનું તાજેતરમાં યુકેમાં પરિક્ષણ થયું હતું. લંડનની યુનિવર્સિટી દ્વારા ૧૭૮ ટેરાબાઈટની સ્પીડ ધરાવતા ડેટા ટ્રાન્સમીશન કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી વિશ્ર્વમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ અસ્તિત્વમાં હતી તેના કરતા પણ આ સ્પીડ પાંચ ગણી વધુ ઝડપી હોવાનો દાવો થયો છે.
યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)નાં સંશોધનકારોએ દર સેક્ધડમાં ૧૭૮ ટેરાબાઇટ્સનો ડેટા પ્રસાર દર પ્રાપ્ત કર્યો છે, જે અગાઉના રેકોર્ડ કરતા પાંચ ગણી વધુ ઝડપે છે. આ રેકોર્ડ સાથે સંબંધિત રિપોર્ટ જર્નલ ફોટોનિક્સ ટેકનોલોજી લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ જણાવ્યું કે લેબોરેટરીમાં પ્રદર્શિત આ રેકોર્ડ જાપાનમાં અગાઉ બનાવેલા વર્લ્ડ રેકોર્ડ કરતા પાંચ ગણો વધુ ઝડપી છે. આ સંશોધનની મુખ્ય લેખક લિડિયા ગેલ્ડીનોએ જણાવ્યું હતું કે, તેઓ હાલની માળખાગત સુવિધા હેઠળ વધુ અસરકારક રીતે કાર્યરત તકનીક પર કામ કરી રહ્યા છે.
૧૭૮ ટેરાબાઈટ સ્પિડ પ્રાપ્ત કરવા માટે આ ટીમે ઓપ્ટિકલ ફાઇબરમાં વપરાતી વેવલેન્થની તુલનામાં વાઇડ રેન્જનો ઉપયોગ કર્યો, હાલમાં ૯ઝઇંુ મહત્તમ ઉપયોગ થાય છે, પરંતુ આ ગતિ પ્રાપ્ત કરવા માટે લગભગ બે ગણો ઉપયોગમાં લેવામા આવ્યો.
૧૭૮ ટીબીપીએસ એટલે કે ૧૭૮,૦૦૦ જીબીપીએસની સ્પીડ, આને એક ઉદાહરણ સાથે સમજો કે જો કોઈ એચડી ફિલ્મ ૧ જીબીની છે, તો ૧ સેકંડમાં તમે ૧ લાખ ૭૮ હજાર એચડી ફિલ્મો ડાઉનલોડ કરી શકશો, આટલી જબરજસ્ત સુપરફાસ્ટ સ્પીડ હશે.
આ પહેલા, ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પિડ નોંધાઈ હતી. તે સમયે વિશ્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પિડ ૪૪.૨ ઝબાત નોંધાઇ હતી, જેનો અર્થ એ કે અગાઉના રેકોર્ડ કરતા આ નવી સ્પિડ ચાર ગણી વધારે છે.