કેબિનેટમાં તિરંગા યાત્રા, પાક. નુકશાની સહિતના મુદે ચર્ચાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો આવતીકાલે અફાદિવાસી દિવસની ઉજવણી અને મારી માટી મારો દેશ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે આજે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક એક દિવસ વહેલી મળી હતી જેમાં અલગ અલગ મુદાએ પર ચર્ચાઓકરવામાંઆવી હતી.
સામાન્ય રીતે દર બૂધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળતીહોય છે. દરમિયાન આવતીકાલથી દેશભરમાં મારી માટી મારો દેશ અભિયાનનો આરંભ થઈ રહ્યો છે. આ ઉપરાંત વન આદિવાસી દિવસ પણ હોવાના કારણે સી.એમ. સહિતના મંત્રી મંડળના સભ્યો અલગ અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે આજે સવારે સચિવાલય ખાતે કેબિનેટની બેઠક મળી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજયમાં પડેલા ભારે વરસાદથી પાક અને મિલકતોને થયેલી નુકશાનીના સર્વે અંગે ચર્ચા કરી સહાય અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખરીફ પાકના વાવેતર, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, તિરંગાયાત્રા, મારી માટી મારો દેશ અભિયાન, વન મહોત્સવ દરમિયાન કરવામાં આવેલા વૃક્ષારોપણ, અને આગામી જાન્યુઆરી માસમાં યોજાનારા વાઈબ્રન્ય ગુજરાત સમિટ સહિતના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આવતા સપ્તાહે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે પકડાયેલા ત્રણ શકમંદો પકડાતા સ્વાતંત્ર્ય પર્વમાં આતંકીઓનો નાપાક ઈરાદાને ખાળવા સરકાર સજજ બની ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે.