- વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, દંડક અને નાયબ દંડક પણ અયોધ્યા યાત્રામાં થયા સામેલ
અયોધ્યામાં ગત 22મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરની બાલક રામની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સવા મહિનામાં લાખો રામભકતોએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા છે. દરમિયાન આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો, વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ, દંડક અને નાયબ દંડકો અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ગયા હતા તેઓએ સરયુ નદી કાંઠે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી.
આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, મુખ્યદંડક બાલકૃષ્ણ શુકલ અને દંડક વિજયભાઈ પટેલ, તમામ નાયબ દંડક ઉપરાંત નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપુત, કુંવરજીભાઈ બાવળીયા, મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા, ઉપરાંત હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરીયા, મુકેશ પટેલ, સહિતના તમામ મંત્રીઓ અયોધ્યા પોચ્યા હતા ત્યારબાદ તેઓએ 11.30 થી 12 કલાક દરમિયાન અયોધ્યામાં રામમંદિરમાં બાલક રામની ભકિતભાવ સાથે પૂજા અર્ચના કરી હતી સાથોસાથ સરયુ નદી નજીક બનાવવામાં આવેલા ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી રાત્રે મુખ્યમંત્રી સહિતનું આખું મંત્રી મંડળના સભ્યો ગુજરાતમાં પરત ફરશે.