પારંપરિક વેશભૂષામાં સજજ બ્રહ્મસમાજના ૪૦૦૦ યુવક-યુવતિઓ રહેશે હાજર: એક લાખ રૂદ્રાક્ષના તેજોમય શિવલીંગ અને ૧૧ ફુટ ઉંચા ત્રિશુલનું પ્રતિષ્ઠાય કરાશે: વરુણયજ્ઞનું પણ આયોજન
જે રીતે રાજા ભગીરથે રઘુના પુત્રોની તૃષા છુપાવવા ગંગા અવતરણ કરેલ તે રીતે તરસ્યા સૌરાષ્ટ્રના બધા જ જળાશયોમાં નર્મદના નીર અવતરણ કરનાર નરેન્દ્રભાઇ મોદીને આવકારવા સૌરાષ્ટ્ર આખુ થનગનતુ હોય ત્યારે આ શુભ પવિત્ર કાર્ય કરનારને આશીર્વાદ આપવા સમસ્ત બ્રહ્મ સમાજ પણ થનગનતો હોય.
શનિવાર તા.ર૪ ના રોજ કશ્યપભાઇ શુમલના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્માજ દ્વારા રાજકોટના બધા જ ૮૪ તડગોળના બ્રાહ્મણ પ્રમુખ મંત્રીઓની બેઠક યોજવામાં આવેલ. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, મુખ્ય સંયોજક ડો. એન.ડી. શીલુ, તથા દર્શીતભાઇ જાનીએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવેલ હતી. જેમાં રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય તથા પૂર્વમંત્રી ઉમેશ રાજયગુરુ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ છે.
બ્રહ્મસમાજને ફાળવવામાં આવેલ જગ્યા કનકાઇ હોટલ સામેથી સરદાર સ્મારક સુધી ૪૦૦૦ થી વધુ બ્રાહ્મણો ટ્રેડીસશનલ ડ્રેસ અને બહેનો પણ કેસરી (ઓરેંજ ) સાડીમાં સજજ થઇ ઉ૫સ્થિત રહેશે.
સાંદીપન આશ્રમ (મેટોડા) ના આચાર્ય બીપીનજી જાોશી અને ર૦ ઋષિકુમારો પ્રખર ભાગવતાચાર્ય પુ. અશોકભાઇ ભટ્ટના આચાર્ય સ્થો વ‚ણયજ્ઞ કરશે.
બોલાબાલા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જીજ્ઞેશભાઇ ઉપાઘ્યાય દ્વારા એક લાખ અગીયાર હજાર ‚દ્રાક્ષથી બનેલ ભગવાન મહાદેવનું શિવલીંગ અને ૧૧ ફુટ ઉંચા ડમ‚ સાથેના ત્રિશુલથી ધર્મમય વાતાવરણ ખડુ કરવામાં આવશે.
બ્રહ્મસમાજના સર્વ અગ્રણીઓ તથા ૮૪ તળગોળના પ્રમુખ-મંત્રીઓ સર્વ કમલેશભાઇ ત્રિવેદી, પ્રફુલ્લભાઇ જોશી, હિરેનભાઇ મહેતા, પ્રભાશંકરભાઇ રવિયા ૨૭ તારીખે ભગવાન મહાદેવના પ્રતિષ્ઠાન પહેલા એટલે મંગળવારે સાંજે ૬ કલાકે કનકાઇ હોટલ સામે રેસકોર્ષ રીગ રોડ બ્રહ્મસમાજના સ્ટેજ પાસે ધર્મઘ્વજાનું આરોહણ મંત્રોચ્ચાર સાથે થનાર છે.
બ્રહ્મ સમાજના નીચે મુજબના તળગોળના પ્રમુખ-મહામંત્રીઓ ઉ૫સ્થિત રહેશે જેના શ્રીમાળી બ્રહ્મ સમાજના કમલેશભાઇ ત્રિવેદી,
હિરેનભાઇ મહેતા, ઔદીત્ય ઝાલાવાડી સતર તાલુકા જનાર્દનભાઇ રાજગોર બ્રાહ્મણ સમાજ જયંતિભાઇ તરૈયા, રાજેશભાઇ શીલુ, ઔદીચ્ય ઝાલાવાડી સમાજના ભાવનાબેન જોશી, અતુલભાઇ વ્યાસ, ઔદીચ્ય રવિકાન્ત દવે, યોગેશભાઇ ભટ્ટ, નથુ તુલસી પરાગ મહેતા ઔદિચ્ય ગઢીયા કિશોરભાઇ પંડયા, પી.સી.વ્યાસ, ચીભડીયા બ્રહ્મસમાજ પ્રફુલ્લભાઇ જોશી, અનંતરાય ભટ્ટ, બાજ ખેડાવાળ, વસંતભાઇ પાઠક, નીખીલ મહેતા, મોઢ બ્રાહ્મણ જીજ્ઞેશ ઉપાઘ્યાય, વાલમ બ્રાહ્મણ લલીતભાઇ ઉપાઘ્યાય, દક્ષેશ પંડયા, વ્યાસ તરગાળા બ્રાહ્મણ ડો. કોરવાડીયા એમ.કે., શિહોરી સંપ્રદાય જીજ્ઞેશભાઇ ભટ્ટ, ગુજરાતી શ્રી ગોળ માલવીયા શિરીશભાઇ ભટ્ટ, અબોટી બ્રાહ્મણ રામભાઇ મોકરીયા, રાજેશભાઇ રાજયગુરુ, સોરઠી શ્રીગોડ શેલેષ દવે, ભદ્રેશ પુરોહીત, સાચોરા બ્રહ્મસમાજ રાજેન્દ્ર દવે, ઔ. ગુજરાતી સાડીચારસો, ડો. હિતેષભાઇ શુકલ, સતર તાલુકા બ્રહ્મસમાજના જે.પી. ત્રિવેદી, યજુર્વેદી શ્રીમાળી અશોક દવે વગેર સમગ્ર લોકોએ જહેમત ઉઠાવેલી છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ બનાવી છે. મુખ્ય સંયોજક જર્નાદનભાઇ આચાર્ય, ડો. એન.ડી.શીલુ, મહામંત્રી દિપકભાઇ પંડયા, દર્શીતભાઇ જાની છે. ટીમના અન્ય સ્વયંસેવક કાર્યકર્તાભાઇએ નલીનભાઇ જોશી, જીજ્ઞેશભાઇ ઉ૫ાઘ્યાય, કમલેશ ત્રિવેદી, દક્ષેશ પંડયા, જાયેશ જાની, રાજુ ત્રિવેદી, વિજય પુરોહિત, નિલમબેન ભટ્ટ ભાવનાબેન જોશી વિગેરેજહેમત કરેલી છે.