યોગ્ય પાત્ર પસંદગી માટે માતા-પિતાની દોડનો અંત
રાજકોટના સેવાના ધ્યેય ને વરેલા ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણ વાલીઓની માંગ અને લગ્નોત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદગીની તક પ્રાપ્ત થઈ શકે તેવા ઉદાત હેતુથી સમગ્ર ભાહ્મણ જ્ઞાતિના યુવક યુવતી જીવન સાથી પરિયય સંમેલનનું ભવ્ય આયોજન કરાયું છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જર્નાદનભાઈ આચાર્યએ જણાવ્યુંં હતુ કે પુત્ર કેે પુત્રી માટે યોગ્ય પાત્ર શોધવાની માતાપિતાની ચિંતા અને દોડધામ ન રહે તેવા આશયથી છેલ્લા દશ પરિચય સંમેલનની સફળતાથી પ્રેરાઈ આ અગિયારમાં સંમેલનનું આયોજન હાથ ધરાયું છે.
યુવક-યુવતીને સ્ટેજ સંકોચ ન રહે તે માટે ઈન કેમેરા હાઈટેક કાર્યક્રમ
ટ્રસ્ટના અધિષ્ઠાતા પૂ.આચાર્ય ઘનશ્યામજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી ટ્રસ્ટી મંડળના સર્વે પ્રવીણભાઈ જોષી તેમજ જગદીશભાઈ ત્રિવેદી, મધુકરભાઈ ખીરા, જનાર્દનભાઈ આચાર્ય કૌશિકભાઈ પાઠક, બાલેન્દુશેખર જાની , અરૂણભાઈ જોષી , પંકજભાઈ રાવલ , મહેન્દ્રભાઈ ઉપાધ્યાય , કિરીટભાઈ ત્રિવેદી , લલીતભાઈ જાની તેમજ સર્વે કાર્યકરોની ટીમ દ્વારા હાઈટેક સંમેલનની સફળતા માટે તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે . રાજકોટ ખાતે જંકશન રેલ્વે સ્ટેશન સામે આવેલ ભાટીયા બોર્ડીંગ ખાતે આગામી 12-6-202 રવિવારે યોજાનાર બ્રહ્મ પરિચય સંમેલનમાં દરવખતની જેમ યુવક યુવતી ઇન કેમેરા પોતાનો પરિચય આપી સ્ટેજ કાર્યક્રમના સંકોચથી બચી શકશે . વિશાળ સેન્ટ્રલી એસી . હોલમાં બિરાજેલા વાલીઓ બિગ સ્કીન ઉપર આ પ્રસારણ નિહાળી શકશે . અત્રે એ ઉલ્લેખનિય છે કે પ્રતિવર્ષ યોજાતા આ હાઈટેક પરિચય મેળાને ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે . તો સાથોસાથ બ્રહ્મ જ્ઞાતિજનો વાલીઓની સરાહના પ્રાપ્ત થઈ રહી છે . ૐ માનવ કલ્યાણ ચે . ટ્રસ્ટની ઓફિસ 63 ર સિટી સેન્ટર રૈયા રોડ અંડર બ્રિજ પાસે , ( ફોન . 96647 67160 ) ખાતે ફોર્મ તેમજ વિશેષ માહિતી ઉપલબ્ધ છે.
આ કાર્યક્રમ અંગે પ્રમુખ ટ્રસ્ટી પ્રવિણભાઈ જી . જોષી ક્ધવીનર મહામંત્રી જનાર્દનભાઈ આચાર્ય . ઉપ પ્રમુખ જે.પી. ત્રિવેદી . મહામંત્રી બાલેન્દુશેખર જાની . ઉપપ્રમુખ કૌશિકભાઈ પાઠક . લલિતભાઈ જાની . મધુકરભાઈ ખીરા . કિરીટભાઈ ત્રિવેદી મહેન્દ્રભાઈ ઉપાધ્યાય . પંકજભાઈ રાવલ . તેમજ કમલેષભાઈ એચ . જોષી . નિલેષભાઈ ત્રિવેદી . સમીરભાઈ ખીરા . પરાગભાઈ ભટ . વિકમભાઈ પંચોલી . હર્ષદભાઈ કે . વ્યાસ . તેમજ અરૂણભાઈ જોષી . અને અન્ય 100 જેટલા કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહયા છે.
ઉમેદવાર યુવક યુવતીઓનીઅલગ બેઠક વ્યવસ્થા, અધતન સ્ટુડીયો રૂમ. સંમેલનમાં ભાગ લેનાર યુવતીઓને તેમની ભરેલ એન્ટ્રી ફી રૂ.500 કાર્યક્રમના અંતે પરત કરાશે તેમજ પ્રવેશની સાથે જ યુવક યુવતીઓની સચીત્ર માહિતી આપતી દળદાર પુસ્તીકા કીટનું વિતરણ કરાશે.