કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા બન્યા રાજકોટના અતિથિ: ‘અબતક’ સાથે કરી વાતચીત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટના અતિથિ બન્યા છે. ત્યારે તેઓએ ‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઘણા લોક કલ્યાણના કાર્યો હાથ ધરાયા છે. સબકા સાથ સબકા વિકાસ હેઠળ સમાજનાં ઉપેક્ષીત વર્ગ અને વંચીત વર્ગ કે જે છેલ્લી હરોળમાં હતો તેને મુખ્ય ધારામાં સમાવ્યો છે.
ગઇકાલે હું જામનગરના શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં યોજાયેલ બે કાર્યક્રમોમાં ગયો હો. આજે રાજકોટના કાર્યક્રમોમાં પણ હાજરી આપવાનો છું. ભારત સરકારની અને ગુજરાત સરકારની જનકલ્યાણકારી નીતી પત્યે હું આદરભાવ ધરાવું છું. ૨૯મીએ રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધાવવા કાર્યકર્તાઓ તેમજ રાજકોટની જનતામાં બહોળો ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતી પ્રત્યે પ્રજામાં રહેલો આદરભાવ દર્શાવે છે.