ગુજરાતી ફિલ્મ ‘મેડલ’ના સ્ટારકાસ્ટે ખેલૈયાઓનો જુસ્સો વધાર્યો
કોરોના સંક્રમણમાં નિયંત્રણ હોવાથી છેલ્લા બે વર્ષથી એક સાથે મોટી સંખ્યામાં ખેલૈયાઓ નવરાત્રિ રમી શક્યા ન હતા. પરંતુ જાણે આ વખતે રાજોટવાસીઓને છેલ્લા બે વર્ષની પણ કસર પૂરી કરવાનું મન બનાવ્યું હોય તેમ તેમનો ઉત્સાહ સાતમા આસમાને પોહચ્યો છે. સામાન્ય રીતે શરૂઆતના એક બે દિવસમાં માહોલ થોડો શાંત જોવા મળતો હોય છે અને ઉત્સાહ પણ ઓછો હોય છે. પરંતુ આ વખતે તો શરૂઆતથી જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.ત્યારે ’ અબતક – રજવાડી ’ ના ખેલૈયાઓનો આનંદ અને ઉલ્લાસનો પાર ના રહ્યો હોય તેમ તેઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે.અને માતાજીના બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકી ગરબે હતાં. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતું ગીત રસિયો રૂપાડો રંગ રેલીઓ..ઘેર જાવું ગમતું નથી…જેવા અનેક ગીતો ગાઈ સિંગરોએ ગાઈ ખેલૈયાઓને જમાવટ પાડી દીધી હતી.
રાજકોટ શહેરના બાલાજી હોલની પાછળ ધોળકીયા સ્કૂલની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં એમ.વી. ક્લબ દ્વારા ‘અબતક-રજવાડી’ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકસાથે 400થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવું વિશાળ પ્લે એરિયા છે. ત્યારે નોરતાના બીજા માતાજીની આરાધના કર્યા બાદ ખેલૈયાઓ મનમુકી ગરબે ઘુમ્યા હતા અને જાણે તેમનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું હતું. ખેલૈયાઓને જમાવટ પાડવા સિંગર રિયાઝ કુરેશી, ગોવિંદ ગઢવી અને આરતી ભટ્ટએ તેમના સુરીલા કંઠે રસિયો રૂપાડો રંગ રેલીઓ..ઘેર જાવું ગમતું નથી… માતાજીના ડાકલા સહિત અનેક ગીતો ગાયા હતા.ત્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણીએ સફળ બાવ્યું હતું.
ત્યારે માતાજીના બીજા નો અર્થ એ આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી મેડલ મુવીના અભિનેતા જયેશ મોરેએ ‘અબતક – રજવાડી’ આમંત્રણ ને માન આપી તેઓ મહેમાન બન્યા હતા. અને તેમને તેમની ટીમ સાથે મળી ‘અબતક – રજવાડી’ના ખેલૈયાઓનો જુસ્સો વધાર્યો હતો. અને પોતે પણ ખેલૈયાઓ સાથે જુમી ઉઠ્યા હતા.
જેવું નામ તેવું કામ ‘અબતક – રજવાડી’નું કામ છે. જ્યાં પારિવારિક માહોલ અને સલામતી વચ્ચે ખેલૈયાઓ સતત નવ-નવ દિવસ સુધી રાસે રમી માઁ જગદંબાની આરાધના કરે છે. પ્રથમ નોરતેજ ખેલૈયાઓ મોટી સંખ્યામાં ’અબતક રજવાડી’ ના આંગણે ઉંટી પડ્યા હતા અને બીજા નોરતે તો ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો. ખેલૈયાઓએ પોતાના ગ્રુપ સાથે રમી હરરજો અનેક અવનવા સ્ટેપ રમી રહ્યા છે.ઉપરાંત ‘અબતક – રજવાડી’ આયોજકો દ્વારા બીજા નોરતે ખેલૈયાઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરી દેવામાં આવ્યું હતું.જ્યારે બીજા દિવસે વિજેતા બનનાર પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં કરવામાં આવવી હતી.ત્યારે ‘અબતક – રજવાડી’ ખાતે આજે રાત્રે 8:00ના ટકોરે માઁ અંબાની આરતી બાદ રાસોત્સવનો આરંભ થઇ જશે.
રાજકોટમાં પ્રથમવાર આવ્યો અને લોકોએ અનેરો પ્રેમ આપ્યો: જયેશ મોરે (અભિનેતા)
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ ધોળકીયા સ્કૂલની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં એમ.વી. ક્લબ દ્વારા ‘અબતક-રજવાડી’ રાસોત્સવનું ભવ્ય આયોજનના આમંત્રણ ને માન આપી મહેમાન બની આવેલા આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી મુવી મેડલના અભિનેતા મુવી જયેશ મોરેએ ’અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું પ્રથમ વાર ફિલ્મ પ્રમોશન કરવા માટે રાજકોટ આવ્યો છું ત્યારે રાજકોટના લોકોએ મને અનેરો પ્રેમ આપ્યો છે.અને રાજકોટ વાસીઓનો નવરાત્રીમાં આવો અનેરો ઉત્સાહ ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. ત્યારે અભિનેતા જયેશ મોરે પોતાની આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી મુવી મેડલ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મુવીનો ટોપિક લોકોને ઇન્સ્પાયર કરવા માટે છે અને દેશ માટે ગોલ્ડ લઈ આવવામાં માટે છે. મને વિશ્વાસ છે કે આ મુવી લોકોના હૃદય સ્પર્શી જશે જેથી રાજકોટ વાસીઓને વિનંતી કરું છું કે ચોક્કસપણે આ મુવી પોતાના પરિવાર સાથે નિહાળે.
આ નવરાત્રિએ અનેક નવા ગરબાના સ્ટેપ જોવા મળ્યા: સંજય ગઢવી (નિર્ણાયક)
કોરોના મહામારીના બે વર્ષના પ્રતિબંધ બાદ નવરાત્રિનું અનેરું આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે નવરાત્રિના નવ દિવસ આવ્યું છે ત્યારે નિર્ણાયક સંજયભાઈ ગઢવીએ ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે બે વર્ષથી નવલા નોરતાનું આયોજન થઈ શકતું ન હતું તે આ વર્ષે થતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમનો ઉત્સાહ સાતમાન આસમાને પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રથમ દ્વિતીય અને ત્રીજા રાઉન્ડમાં વેલ ડ્રેસ થઈ આવેલ અને મન મૂકી ગરબે ઘુમતા ખેલૈયાઓને દરરોજ પ્રિન્સ અને પ્રિન્સેસ બનાવવામાં આવે છે.
પરંતુ આ વખતે મને અનેક ગરબા ના નવા સ્ટેપ જોવા મળ્યા છે.જેથી ખેલૈયાઓ બે વર્ષની અધૂરી કસર આ વર્ષમાં જ પૂરી કરશે તેવું નજરે જોઈ શકાય છે.