કેસરીયો રંગ તને લાગ્યો એ લા ગરબા…
‘અબતક’ સુરભી રાસોત્સવનો પ્રથમ નોરતે જ વરસતા વરસાદમાં ભવ્ય શુભારંભ થયો છે. રમવાના શોખીનો પ્રથમ નોરતે પણ ઉમટી પડયા હતા અને રાસની રમઝટ બોલાવી હતી. ગઈકાલે બીજા નોરતે ‘અબતક’ સુરભીના દરેક ખેલૈયાઓએ રાસોત્સવને મનમૂકીને માણ્યો હતો. પ્રખ્યાત સીંગરોએ ગરબા ગીતોની રમઝટ બોલાવતા ખેલૈયાઓ ઉત્સાહથી ઝુમ્યા હતા.
‘અબતક’ સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ માટે સંપૂર્ણ સુવિધા, પાર્કિંગ, ચુસ્ત સીકયોરીટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ નિશ્ર્ચિત બની અર્વાચીન રાસોત્સવમાં ઝુમી રહ્યા છે.‘અબતક’સુરભીમાં ખેલૈયાઓને મનભરીને માણતા જોઇ જાણે રાત પડે ને સુરજ ઉગે તેવું લાગી રહ્યું છે. સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓને પુરતી સુવિધાઓ અપાઇ છે.
ચુસ્ત સીકયોરીટી, અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, વિશાળ પાકીંગ, સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.અહીં યુવતિઓ, સ્ત્રીઓ, પુરૂષો બાળકો સૌ કોઇ માટે રમવાની પણ એવી જ સુંદર વ્યવસ્થા કરાઇ છે. દરરોજ મહાનુભાવોના હસ્તે માઁ જગદંબાની મહાઆરતી ઉતારવામાં આવે છે.
ખેલૈયાઓ પણ રાસોત્સવમાં સમયસર આવી પહોંચી ગરબે રમવા લાગે છે. વિજેતા ખેલૈયાઓનું લાખેણા ઇનામો આપી સન્માન કરાશે. આ તકે ફેસ્ટીવ હોલીડેના અભીનવભાઇ પટેલ અને તેમના ધર્મપત્નિ ધારાબહેન અભિનવભાઇ પટેલ ઉપસ્થિત રહહ્યરા ભહતા.
મને સિકસ સ્ટેપ રમવા સૌથી વધુ ગમે છે: મિલિ ત્રિવેદી
આ તકે મિલિ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે અમે અબતક સુરભીમાં આવીને ખૂબજ ખુશ છીએ અહીંનું આયોજન અમને ખૂબજ ગમ્યું અમે નવરાત્રી પહેલાના ૩ મહિનાથી ગરબાની પ્રેકિટસ કરતા હતા જેથી સ્ટેમીના જળવાઈ રહે. સૌથી પહેલો રાઉન્ડ વોર્મઅપ રાઉન્ડ હોય છે જેમાં અમે અચુક ભાગ લઈએ છીએ કેમકે તેનાથી સ્ટેમીના તેમજ સ્ટાઈલની ખબર પડે છે. મને સિકસ સ્ટેપ્સ રમવા સૌથી વધુ ગમે છે.
અમને દરેક રાઉન્ડમાં રમવું ગમે છે: સમીર લખતરીયા
આ તકે સમીર લખતરીયાએ જણાવ્યુંં હતુ કે અમારૂ ગ્રુપનું નામ બાલાજી ગ્રુપ છે. અમને ગ્રુપમાં રમવાની ખૂબજ મજા પડે છે. અમે લોકો એક દોઢ મહિનાથી નવરાત્રીની પ્રેકટીસ કરતા હતા અને આખરે નવરાત્રી આવી જ ગઈ તો અમને અત્યારે ખૂબજ મજા પડે છે. અમને દરેક રાઉન્ડમાં રમવું ખૂબજ ગમે છે.
અમે દર વર્ષે ‘અબતક’ સુરભીમાં જ આવીએ છીએ: પુનમ પારધી
આ તકે પૂનમ પારધીએ જણાવ્યું હતુ કે અમે દર વર્ષે સૂરભીમાં જ આવીએ છીએ આજે અમે આખો ઓફીસનો સ્ટાફ સાથે રમવા આવ્યા છીએ અને અમને ખૂબ જ મજા પડી રહી છે. સુરભી રાસોત્સવનું આયોજન ખૂબજ સુંદર હોય છે. અને અહી રમવાની અમને ખૂબજ મજા પડે છે. એટલા માટે જ આજે મહાત્મા ગાંધી મ્યુઝીયમનો સ્ટાફ અહી આવ્યા છીએ.