વિકાસવાદ અને રાષ્ટ્રવાદને લઇ મોદી સુનામી દેશભરમાં ફરી વળી
વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનાં લોકોની કુશળ રાજકિય બુદ્ધિ શકિત સતત બીજી વખત લોકસભાની ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપી
નોટબંધી, જીએસટી સહિતનાં મુદાઓ ઉડયા: મહાગઠબંધન સહિતનાં તમામ વિપક્ષોને દેશવાસીઓનો જોરદાર તમાચો: ગુજરાતનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી બીજી વખત બનશે દિલ્હીનાં સરતાજ
ઉત્તરપ્રદેશમાં ન મહાગઠબંધનનો ગાજ વાગયો કે ન પ્રિયંકા ગાંધીની આંધી ચાલી: દેશભરમાં ફરી એક વખત મોદી મેજીક: વિપક્ષનાં સુપડા સાફ
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન યોજાયેલી લોકસભા ચુંટણીની આજે મતગણતરી હાથ ધરાય હતી. આ મતગણતરીમાં એકઝીટ પોલમાં વ્યકિત થયેલી સંભાવનાઓ મુજબ ભાજપની આગેવાનીવાળુ એનડીએ મેદાન મારી રહ્યાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. જેથી, ૧૭મી લોકસભામાં ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકાર રચે તે નિશ્ચિત થઇ ચુકયું છે. લોકસભાની પ૪ર બેઠકો માટે આવી રહેલા સહયોગી પક્ષોની લ્હેર જોવા મળી રહી છે. જેથી કેન્દ્રમાં ફરી એક વખત મોદી સરકાર નિશ્ચિત ફરી એક વખત મોદી સરકાર નિશ્ચિત બની જવા પામી છે. ભાજપ એકલા હાથે બહુમતિ માટેના ર૭રના મેજીક ફીગરને પાર કરે તેવી સંભાવના છે.
૧૭મી લોકસભાની રચના માટે સાત તબકકામાં ચુંટણી યોજાઇ હતી. ૧૧ એપ્રિલના પ્રથમ તબકકા સાથે શરુ થયેલી ચુંટણી પ્રક્રિયા ૧૯ મેના આખરી સાતમા તબકકા સાથે પુર્ણ થઇ હતી. જેનો મતગણતરી દેશભરમાં આજે યોજાઇ રહી છે. જેમાં પ્રારંભિક તબકકાથી જ ભાજપ પ્રેરિત એનડીએના સાથે પક્ષો આગળ રહ્યા હતા. લોકસભામાં સૌથી વધારે બેઠક ધરાવતા ઉત્તરપ્રદેશની ૮૦ માંથી ભાજપ ૪૯ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. સપા, બસપા ગઠ્ઠબંધન ૧૪ બેઠકો પર જયારે કોંગ્રેસ બે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ઉત્તરપ્રદેશના આ પરિણામોએ ભાજપ સામે સપા-બસપા ગઠ્ઠબંધનને જોઇએ તેટલી સફળતા મળી નથી તેમ કહી શકાય.
બિહારની ૪૦ બેઠકોમાં પણ ભાજપ સહીત એનડીએને ભારે સફળતા મળતી જોવા મળી રહી છે. જે પરિણામો આવી રહ્યા છે. તેમાં ર૯ બેઠકો પર ભાજપ અને જેડીયુ જયારે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ માત્ર ર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બિહારના પરિણામોના એકઝીટ પોલમાં મળ્યા હતા તે જ પ્રમાણે આવી રહ્યા છે. જયારે તાજેતરમાં યોજાયેલ રાજય વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસે જે રાજયોની સત્તા આંચકી લીધી હતી. તેવા મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપનો કેસરીયોદ છવાઇ જવા પામ્યો છે.
મઘ્યપ્રદેશની ર૯ બેઠકોમાંથી ર૭ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જયારે કોંગ્રેસ માત્ર બે બેઠકો પર જ આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનની રપ બેઠકોમાંથી ર૪ બેઠકોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જયારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર આગળ છે. તેવી જ રીતે છત્તીસગઢમાં ૧૧ બેઠકોમાંથી ભાજપ ૬ બેઠકો પર જયારે કોંગ્રેસ પ બેઠકો પર આગળ હોય અહીં કસોકસની લડાઇ ચાલી રહ્યો છે. તેવી હરિયાણાની ૧૦ બેઠકોમાંથી ૯ બેઠકો પર ભાજપ જયારે ૧ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ઉત્તરાખંડની પ બેઠકોમાંથી ૪ બેઠકો પર જયારે કોંગ્રેસ ૧ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશની ૪ બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
ઝારખંડની ૧૪ બેઠકોમાંથી ૧ર બેઠકો પર ભાજપ આગળ છે. જયારે કોંગ્રેસ ર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. દિલ્હીની ૭ બેઠકો પર પણ એકઝીટ પોલોના સંકેતો મુજબ ૬ બેઠકો પર ભાજપ જયારે ૧ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આમ હિન્દી પટ્ટાના તમામ રાજયોમાં ભાજપ આગળ ચાલી રહ્યું હોય અને આ રાજયોમાં મોટાભાગે ભાજપ એકલે હાથે અથવા મોટાપક્ષ તરીકે ચુંટણી લડયું હાેય ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતિ મળે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ૩૭ બેઠકો પર ભાજપ અને શિવસેના ૧૦ બેઠકો પર જયારે અન્ય ૧ બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
ગુજરાતની તમામ ૨૬ બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જયારે, પંજાબમાં પણ એકઝીટ પોલના સંકેતો મુજબ ૧૩ બેઠકોમાંથી કોંગ્રેસ ૮ બેઠકો પર, ભાજપ અને અકાલીદળ ૪ બેઠકો પર જયારે આપ ૧ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરની ૬ બેઠકોમાંથી યુપીએ ૪ બેઠકો પર ભાજપ ૧ બેઠક પર જયારે ૧ બેઠક પર અન્ય આગળ ચાલી રહ્યા છે. જેથી ઉત્તર અને મઘ્યભારતમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાતો જોવા મળી રહ્યો છે.
પશ્ર્ચિર બંગાળમાં ર૦૧૪ની ચુંટણીમાં માત્ર એક જ બેઠક મળવી શકનારા ભાજપે લાંબા સમયથી આ રાજય પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ હતું. ભાજપની આ મહેનતને સારો પ્રતિભાવ મળી રહ્યો હોય તેમ રાજયની ૪રમાંથી ભાજપ ૧૭ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જયારે મમતા દીદીની તૃણમુલ ર૧ બેઠકો પર કોંય્રેસ માત્ર ર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. તેવી જ રીતે ઓરિસ્સાની ર૧ બેઠકોમાંથી ૯ બેઠકો પર ભાજપ જયારે ૧૦ બેઠકો પર બીજુ જનતા દળ, કોંગ્રેસમાં બે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
જેવી જ રીતે કર્ણાટકની ર૮ બેઠકોમાંથી ર૩ બેઠકો પર ભાજપ જયારે સત્તાધારી કોંગ્રેસ અને જનતા દળ (યુ) માત્ર પ બેઠકો પર સત્તાધારી ટીઆરએસનો દબદબો જળવાતો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ માત્ર ૩ બેઠકો પર જયારે યુપીએ ૧ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આંધપ્રદેશની રપ બેઠકોમાંથી વાયએસઆર કોંગ્રેસનો તમામ રપ બેઠકો પર દબદબો જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ અને સત્તાધારી તેલુગુ દેશમનો રકાસ થતો જોવા મળી રહ્યો છે.
દક્ષિણના સૌથી મોટા રાજય તમિલનાડુની ૩૯ બેઠકોમાંથી ૩ર પર ડીએમકે એટલે કે યુપીએ ર બેઠકો પર એઆઇડીએમકે જયારે ૪ બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવારો આગળ છે. કેરળની ર૦ બેઠકો માંથી ૧પ બેઠકો પર કોંગ્રેસ જયારે મુસ્લિમ લીગ ર બેઠકો પર જયારે સત્તાધારી સીપીઆઇ એક ૧ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તેવી જ રીતે પૂર્વોત્તર ભારતની ૧૧૬ બેઠકોમાંથી ૭૪ બેઠકો પર એનડીએ, ૮ બેઠકો યુપીએ અને ૩૫ બેઠકો પર અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે. જેથી દક્ષિણના રાજયોમાં કર્ણાટક અને ઓરિસ્સાને બાદ કરતા અન્ય રાજયોમાં કોંગ્રેસ અને પ્રાદેશીક પક્ષોની બોલબોલા જોવા મળી છે.
સમગ્ર રાજયમાંથી આવી રહેલા પરિણામોમાં લોકસભાનની ૫૪૨ બેઠકોમાંથી એનડીએનો ૩૩૪ બેઠકો યુપીએને ૧૦૦ બેઠકો જયારે અન્ય પક્ષોને ૧૦૬ બેઠકો પ્રાપ્ત થઇ રહી છે. જેથી આ પરિણામો એનડીએ માટે ૨૦૧૪ ની લોકસભાના પરિણામો કરતા સારા પણ પરિણામો સાબિત થઇ રહ્યા છે. આ પરિણામો ભાજપને સ્પષ્ટ બહુમતિ માટે જરુરી ૨૭૪ ના મેજીક ફીગરને આસાનથી મળી જાય તેવી સંભાવના જોવા મળી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. જેથી દેશમાં ફરી એક વખત મોદી સરકાર રચાય તેવા સ્પષ્ટ થઇ થવા પામ્યું છે. આવી રહેલા શ્રેષ્ઠ પરિણામથી ભાજપ અને એનડીએની છાવણીમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી છે.
કોને કેટલી બેઠક
એનડીએ | યુપીએ | અન્ય |
૩૩૮ | ૧૦૨ | ૧૦૦ |
વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી આગળ: અમેઠીમાં પાછળ
અમેઠી બેઠક પર ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને લીડ
લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે બેઠકો પરથી ચુંટણી લડી રહ્યા છે જેમાં ગાંધી પરિવારની પરંપરાગત મનાતી અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી પોતાનાં નજીકનાં પ્રતિસ્પર્ધી ભાજપનાં ઉમેદવાર અને કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીથી પાછળ ચાલી રહ્યા છે તો કેરલની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી લીડ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકસભાની અમેઠી બેઠક પર આ વખતે દેશ આખાની મીટ મંડાયેલી છે. કારણકે આઝાદી કાળથી ગાંધી પરિવારની પરંપરાગત મનાતી આ બેઠક પર આ વખતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટે કી ટકકર ચાલી રહી છે.
અમેઠી બેઠક પર ૧૦૦ ટકા જીતની શકયતા ન દેખાતા રાહુલ ગાંધીએ કેરલની વાયનાડ લોકસભા બેઠક પરથી પણ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. લોકસભાની ૫૪૩ પૈકી ૫૪૨ બેઠકો પર ૭ તબકકામાં યોજાયેલું મતદાન પૂર્ણ થયા બાદ આજે તમામ ૫૪૨ બેઠકો પર એકી સાથે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાની સામે ૨૦૦૦થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે જોકે વાયનાડ બેઠક પરથી તેઓ આગળ ચાલી રહ્યા હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.