શિક્ષક તરીકે સેવા આપતા હરેશ જેઠવાએ લોકોને સરળતાથી ઈંગ્લીશ શિખવા અને સમજાવવા પુસ્તક તૈયાર કર્યું: અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપી વિશેષ માહિતી
અઘરી લાગતી અંગ્રેજી ભાષા લોકો સરળતાથી શીખી અને સમજી શકે તે માટે હરેશ જેઠવા નામના શિક્ષકે ‘મીશન ઈંગ્લીશ’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તક એક રીતે ઘરે ઘરે અંગ્રેજી ભાષા પહોંચાડવાનું મિશન તરીકે જોવાઈ રહ્યું છે. પુસ્તકની રસપ્રદ વિગતો લોકો સુધી પહોંચાડવા તાજેતરમાં અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં હરેશ જેઠવા સાથે ગોષ્ઠી થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજી ભાષા માત્ર અંગ્રેજો પુરતી નથી રહી તે અત્યારે આખા વિશ્ર્વની માનીતી ભાષા બની ગઈ છે. ગુજરાતી ભાષાના પણ ૨૦૦૦ જેટલા શબ્દો અંગ્રેજી ભાષામાં વણાયેલા છે. જેમ કે ટ્રેઈન, બસ, ક્રિકેટ આવા અનેક શબ્દો છે જે અંગ્રેજી હોવા છતાં ગુજરાતી ભાષામાં જોવા મળશે. આજના સમયમાં બાળક ભણવા બેસે ત્યારથી લઈ તે ભણે ત્યાં સુધી અંગ્રેજી ભાષા આવતી હોય છે. કોઈપણ ક્ષેત્ર હોય આજે અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપવામાં આવે છે માટે બધા ઈચ્છે છેકે સૌને અંગ્રેજી ભાષાનું પુરતુ જ્ઞાન હોય તે માટે મને આ બુકનો વિચાર આવ્યો કે અંગ્રેજી ભાષાને વિશ્ર્વની સરળ ભાષા તરીકે સ્વિકારવામાં આવી છે.