- RTO ઇન્સ્પેક્ટરોની હડતાળનો આવ્યો અંત
- સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની આપી બાહેંધરી
- 700 ટેક્નિકલ ઑફિસરો કામ પર પરત ફર્યા
રાજ્યભરના RTO ઇન્સ્પેક્ટર હડતાળ પર ઉતરી ગયાં હતા. બદલી, બઢતી સહિતના પ્રશ્નોએ આજથી ઇન્સ્પેકટર હડતાળ પર ઉતરવાથી દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડતા હતા. ફક્ત રાજકોટ RTO કચેરી ખાતે જ વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે આવતા એક હજારથી વધુ અરજદારોને હાલાકી ભોગવવી પડતી હતી.
ગુજરાતભરમાં RTOની કામગીરી ઠપ્પ થઇ છે, કારણ કે રાજ્યના 800થી વધુ RTO અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને અરજદારોને ફરી એક વાર હેરાન થવાનો વારો આવ્યો હતો. પડતર માગણીઓનો ઉકેલ ના આવતા કર્મચારીઓ નારાજ થયા અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, રાજ્યભરમાં RTOના મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન છેલ્લા કેટલાક દિવસોથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. સરકાર દ્વારા જે અધિકારીઓને સમસ્યાઓ ઉકેલવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેઓ કામ પર પાછા ફર્યા છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા પછી એપોઇન્ટમેન્ટ લીધેલા અરજદારોનું કામ આજથી જ રાબેતા મુજબ થશે.
સોમવારે, ‘નો લોગિન ડે’ ઝુંબેશને કારણે ટેકનિકલ અધિકારીઓ કામ પરથી ગેરહાજર રહ્યા હતા, જેના કારણે એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારોને અસુવિધા થઈ હતી. ત્યારે આજે પણ બધા અધિકારીઓ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જોકે, સરકારે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યા બાદ તમામ અધિકારીઓ કામ પર પાછા ફર્યા છે.
ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થવાને કારણે, દોઢ દિવસમાં 400 થી વધુ અરજદારો અમદાવાદ RTO ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શક્યા નહીં. ટેસ્ટ ટ્રેક બંધ થવાને કારણે, 200 થી વધુ લોકો વસ્ત્રાલ RTO ઓફિસમાં ટેસ્ટ આપી શક્યા નહીં. અરજદારો બપોરે 12 વાગ્યા પછીની બધી એપોઇન્ટમેન્ટ પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.
રાજકોટના 25 સહિત રાજ્યભરના RTO નિરીક્ષકો અને સહાયક નિરીક્ષકોએ તેમની પડતર માંગણીઓ અંગે આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ હવે સરકારના સકારાત્મક વલણને કારણે હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાઇસન્સિંગ સહિતની સેવાઓ દોઢ દિવસ સુધી બંધ રહેતાં 1,000 થી વધુ અરજદારો RTO ઓફિસમાં અટવાઈ ગયા હતા.
સરકારના વિરોધમાં કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને કામ ચાલુ રાખ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે, “નો લોગિન ડે” ઝુંબેશના ભાગ રૂપે ટેકનિકલ અધિકારીઓએ તેમનું કામ બંધ કરી દીધું હતું. જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ હતો અને આજે માસ સીએલના કારણે કામ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે હડતાળ પૂરી થઈ ગઈ છે અને ટેકનિકલ અધિકારીઓએ કામ શરૂ કરી દીધું છે, અને અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે.