• ફેડરરની બે દશકથી લાંબી કારકિર્દીનો અંત: કારકિર્દીમાં 20 ગ્રાન્ડસ્લેમ, 103 એટીપી ટાઇટલ જીત્યા: 1526 મેચ દરમિયાન ક્યારેય અધવચ્ચેથી રિટાયર્ડ થયો નથી
  • આગામી સપ્તાહે રમાનારા લેવર કપમાં ફેડરર કારકિર્દીની છેલ્લી એટીપી ટુર્નામેન્ટ રમશે

અમેરિકાના દિગ્ગજ ખેલાડી સેરેના વિલીયમન્સની નિવૃતિના આઘાતમાંથી ટેનીસ સમર્થકો હજુ બહાર આવ્યા નથી ત્યાં ગ્રાસ કોર્ટના બાદશાહ ગણાતા સ્વીઝરલેન્ડના રોજર ફેડરરે પોતાની કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા છે. ટેનીસમાં સ્વીસ એક્સપ્રેસ તરીકે જાણીતા બનેલા ફેડરરે ગુરૂવારે જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહે રમાનારા લેવર કપ તેની કારકિર્દીની છેલ્લી ટુર્નામેન્ટ રહેશે અને ત્યારબાદ તે કોઇપણ ગ્રાન્ડસ્લેમ કે ટુર ઇવેન્ટમાં રમશે નહીં. લેવર કપ 23મી થી 25મી સપ્ટેમ્બર સુધી લંડનમાં રમાશે. ઓપર એરેના મહાન ખેલાડીઓમાં સામેલ ફેડરરે પોતાની બે દસ્તકાથી વધારે લાંબી કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. ફેડરરે કારકિર્દીમાં કુલ 103 એટીપી ટાઇટલ જીત્યા છે અને આ યાદીમાં તે જીમ્મી કોર્નશ બાદ બીજા ક્રમે છે. ફેડરરે ઇવાન લ્યુબીક અને સેવેરીન લુથીની કોચિંગ હેઠળ 1998માં પ્રોફેશનલ ટેનીસ શરૂ કર્યું હતું. તે કારકિર્દીમાં કુલ 1526 સિંગલ્સ મેચ રમ્યો હતો અને ક્યારેય અધવચ્ચે રિટાયર્ડ થયો ન હતો. સ્વીસ આઇકોને 223 ડબલ મેચો પણ રમી હતી. નોવાક જોકોવિચ પહેલા ફેડરરના નામે સર્વાધિક સપ્તાહ સુધી નંબર વન રહેવાનો રેકોર્ડ હતો તે 310 સપ્તાહ સુધી નંબર વન ખેલાડી બન્યો હતો.

સૌથી વધુ આઠ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીત્યા

છેલ્લા કેટલાક સમયથી ઇજાઓનો સામનો કરી રહેલા ફેડરરે કારકિર્દીમાં સર્વાધીક આઠ વખત વિમ્બલ્ડન, છ વખત ઓસ્ટ્રેલીયન ઓપન, પાંચ વખત યુએસ ઓપન તથા એક વખત-2009 ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ફેડરર છેલ્લે 2021માં ફ્રેન્ચ ઓપનમાં રમ્યો હતો અને ત્રીજા રાઉન્ડના વિજય બાદ ઇજાના કારણે ગ્રાન્ડસ્લેમમાંથી હટી ગયો હતો.

ફેડરરને 9 ભાષાઓ આવડે છે

ફેડરરને 9 ભાષાઓમાં આવડે છે જેમાં ઇંગ્લીશ, સ્વીસ, જર્મન, ફ્રેન્ચ, સ્પેનીસ અને ઇટાલીયન પણ સામેલ છે. ફેડરર આફ્રિકન ભાષા પણ કોઇપણ મુશ્કેલી વિના બોલી શકે છે.

ફેડરરે પ્રથમ ગ્રાન્ડસ્લેમ 2003માં અને અંતિમ ગ્રાન્ડસ્લેમ 2018માં જીત્યો

ફેડરરે પોતાના પ્રથમ ગ્રાન્ડસ્લેમ 2003માં વિમ્બલ્ડન માર્ક ફીલીપોસીસને હરાવીને જીત્યો હતો. આ સમયે તેની વય 22 વર્ષની હતી તેમજ ફેડરરે 2018માં પોતાનો છેલ્લો ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલીયન ઓપનના સ્વરૂપે જીત્યો હતો. મેન્સ સિંગલ્સના ગ્રાન્ડસ્લેમમાં ફેડરર ત્રીજાક્રમે છે આ ઉપરાંત નડાલ 22 તથા જોકોવિકે 21 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. ફેડરરે 2021માં હાઇએસ્ટ 718 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.