નાના બાળકના હાથે પાણી પી ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પારણા કર્યા
રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટાનાં ધારાસભ્ય લલિત વસોયાએ બે દિવસ પહેલાં ધોરાજીનાં ડેપ્યુટી કલેકટરને સંબોધીને ધોરાજી માણાવદર કુતિયાણા તાલુકાનાં ગામોને ભાદર ૨ ડેમનાં પાણીને બદલે નર્મદાનું પાણી આપવા માટેની માંગ સાથેનો એક પત્ર લખ્યો હતો અને જેમાં હાલમાં ધોરાજી માણાવદર કુતિયાણા તાલુકાનાં ૬૦ ગામોમા ભાદર ૨ આધારિત જુથ યોજનામાંથી પીવા માટે આપવામાં આવે છે.
આ પાણી જેતપુર ડાઈંગ અને પ્રિન્ટીંગનાં યુનિટોનુ કલર અને કેમીકલ યુક્ત પાણી છે જે પાણી વાપરવામાં પણ ચાલે તેમ નથી તે પીવા માટે આપવામાં આવે છે આ પાણી પીવા લાયક નથી એવો લેબોરેટરીનો રીપોર્ટ હોવા છતાં તંત્ર દ્વારા માનવતા નેવે મૂકીને આ પાણી આપવામાં આવે છે જેતપુર ધોરાજી ઉપલેટા ને પીવા માટે નર્મદા પાણી બલ્ક યોજના દ્વારા આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ યોજના પણ ઘણાં સમયથી પુર્ણ થઈ ગયેલ છે છતાં લોકોને હેરાન કરવાનાં હેતુંથી ભાદર ૨ ડેમનું પ્રદુષિત પાણી આપવામાં આવે છે આવતાં ૨૪ કલાકમાં બલ્ક યોજના દ્વારા નર્મદાનું પાણી આપવાનું ચાલુ કરવામાં નહીં આવે તો ડેપ્યુટી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવા માટેની લેખિત માં રજુઆત અને ચીમકી આપી હતી પણ ૨૪ કલાક બાદ પણ નર્મદા પાણી પ્રશ્ને નીવેડો નહીં આવતાં રવિવારે ડેપ્યુટી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર લલિત વસોયા અને આગેવાનો કાર્યકર્તા સાથે ઉપવાસ પર બેસી ગયાં હતાં.
ઉપલેટા માણાવદર કુતિયાણા તાલુકાનાં ગામોને પીવાનું પાણી નર્મદામાંથી આપવામાં આવે માગણી સાથે ધારાસભ્ય લલિત વસોયાનાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું તો ભાજપનાં આગેવાનોએ ગણાવ્યું નાટક અને સરકારે પાણી આપી દીધાં પછી ધારાસભ્યએ કર્યા ઉપવાસ પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે લોકોને હજુ સુધી યાદ છે.
જળસમાધિનું નાટક આમ સવારથી બપોર સુધી અધિકારો અને તંત્ર થયું દોડતુ અને આવ્યો સુખદ અંત અને જવાબદાર વહીવટી તંત્ર અધિકારી દ્વારા લેખિતમાં ખાતરી અપાતાં આવ્યો આ હાઈ વોલ્ટેજ ડ્રામાને અંત અને લલિત વસોયાએ લેખિત માં ખાતરી આપ્યા બાદ નાનાં બાળક હાથે પાણી પી પારણાં કર્યા અને લોકોએ અને તંત્ર એ લીધો રાહતનો શ્વાસ તો ધોરાજી પંથકમાં છેલ્લા થોડા દિવસોથી આઠ દિવસે પાણી વિતરણ કરવામાં આવતાં તો દુરગંધ વાળું પાણી વિતરણ પ્રશ્ને ધોરાજીનાં વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા સુત્રોચ્ચાર અનેવિરોધ પ્રદર્શન પાણી માટે ધારાસભ્ય અને નગરપાલિકા વિરોધ જોવાં મળી રહયો છે અને હાલ પણ લોકો પાણી પ્રશ્ને રોષે ભરાયેલા જોવાં મળે છે ત્યારે લોકમુખે એક જ ચર્ચા અને માંગ છે કે આપો પાણી ફોફળ કે ભાદર ૨ કે નર્મદામાંથી પણ પાણી આપો સમયસર અને શુધ્ધ પાણી ન કરો પાણી પ્રશ્ને રાજકારણ.