અબતક, રાજકોટ
ડીસેમ્બર 19 થી શરુ થયેલ કોરોના મહામારીએ વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી આજ સુધી આપણા દેશમાં ત્રણ લહેરો આવી. છેલ્લી એટલે કે ત્રીજી લહેર કોરોના ના નવા વેરીયન્ટ ઓમીક્રોન થકી આવી. પ્રમાણમાં આ ત્રીજી લહેર લક્ષણો અને રોગની ગંભિરતા બાબતે હળવી છે. હાલમાં કોરોના ના 90% કેસ ઘટી ગયાછે.
દુનિયાભરમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી રહી છે. તો શું આ મહામારી નો અંત નજીક છે ? શું ઓમીક્રોન ના માઇલ્ડ સંક્રમણ અંત લાવશે ?
વિશ્વ આરોગ્ય સંસ્થા ના મુખ્ય વૈજ્ઞાનિક ડો સૌમ્યા સ્વામીનાથને કોરોના વાયરસ અંગે ગંભીર ચેતવણી આપતા કહ્યું કે મહામારીના અંતની અફવા પર ભરોસો કરવો એ મોટી ભૂલ ગણાશે.ડો સૌમ્યા એ જણાવ્યું કે આ મહામારીનો અંત ક્યારે આવશે એ પ્રશ્નનો જવાબ હાલ કોઇ પાસે નથી.આફ્રીકાની વસ્તીના પોણા ભાગના લોકોએ હજુસુધી વેકસીનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી.આવા સંજોગોમાં નવો વેરીયન્ટ પેદા થઇ શકે અને એ નવો વેરીયન્ટ ઓમીક્રોનથી હળવો પણ હોઇ શકે અને કદાચ આપણા કમનશીબે અત્યાર સુધી ન જોયેલો હોય એવો વધુ ખતરનાક-જાનલેવા પણ હોઇ શકે. અને એટલે જ કોરોનાના અંતની અફવાને બાજૂ પર મૂકી સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે. સાવચેતી સાથે જ કોરોનાની હાજરીમાં જીવવાની ટેવ પાડવી પડશે.
આપણી આસપાસ એવા ઘણા વ્યક્તિઓ જોઇએ છીએ કે જેઓ કોરોના સંક્રમિત થઇને સાજા થયા પછી જૂદા જૂદા લક્ષણોથી પીડાતા હોયછેવિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિક મારિયા વાન કેરખોવ ના જણાવ્યા પ્રમાણે કોરોનાના લોંગ ટર્મ ઇફેકટ્સ સંક્રમણના બે થી ત્રણ મહિના પછી જણાયછે.આને લોંગ કોવીડ કહેવાય.જો યોગ્ય ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો કેટલાક લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી જોવા મળેછે. મારિયા વાન કેરખોવ જણાવે છે કે , લોંગ કોવીડનાં લક્ષણોની અવગણના કરવી ભારે પડી શકેછે. વાયરસની આડઅસર જૂદા જૂદા અંગો અથવા દરેક અંગને પ્રભાવિત કરી શકેછે.કેટલાક લોકોને કોરોના થયા પછી એક્સરસાઇઝ કરવી મુશ્કેલ પડછે
આમ કોરોનાથી સાજા થયા પછી પણ સમયાંતરે તમારા ડોકટરને ક્ધસલ્ટ કરતા રહેવું એટલું જ જરુરી બની રહેછે અને જરુરી રિપોર્ટ પણ કરાવવા રહેવું .લોંગ કોવીડ અંગે આટલું જાણ્યા પછી પોસ્ટ કોવીડ કોમ્પ્લીકેશન્સ ની નાના મા નાની તકલીફ કે ફરિયાદ નજરઅંદાઝ કરવી નહિ. લોંગ કોવીડ કે પોસ્ટ કોવીડ કોમ્પ્લીકેશન્સ જણાય કે તરત જ સારવાર લેવી. મારા અનુભવ પ્રમાણે આવા પ્રકારના કેસ મા જ્યારે અન્ય ટ્રીટમેન્ટ પદ્ધતિથી પૂરતું કે સંતોષપ્રદ રીઝલ્ટ ન મળે ત્યારે હોમીયોપેથી અદ્ભુત રીઝલ્ટ આપેછે. આવા ઘણા કેસમાં સંપૂર્ણપણે ફરિયાદ દૂર થઇ જાયછે.
કોરોનાથી ડરીશું નહિ પણ સાવચેત રહી કોરોના સાથે જ રહી જીવન આરામથી પસાર કરીશું.
આ સિવાય લોંગ કોવીડના ગંભીર લક્ષણો પણ વધુ ચિંતાજનક છે
– નસોમાં બ્લડની ગાંઠો બને તો સ્ટ્રોક પણ આવી શકે. ગાંઠો જામી જવાથી મગજ સુધી બ્લડ ન પહોંચે તો બ્રેઇન સ્ટ્રોક અને હ્રદય સુધી બ્લડ ન પહોંચે તો હાર્ટ એટેક
– લંગ્સ ની ટીસ્યુ ડેમેજ થવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય . આ પરિસ્થિતિ ને પલ્મોનરી ફાઇબ્રોસીસ કહી શકાય
– હ્રદય મગજ સહિત કીડની લિવર જેવા ઓરગન ફેલ થઇ શકે.આને મલ્ટી ઓરગન ફેલ્યોર કહેવાય
– દર્દીના એકસાથે ઘણા અંગોમાં સોજા આવી જાય તો મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિંડ્રોમ થાય
આમ કોરોનાથી સાજા થયા પછી પણ સમયાંતરે તમારા ડોકટરને ક્ધસલ્ટ કરતા રહેવું એટલું જ જરુરી બની રહેછે અને જરુરી રિપોર્ટ પણ કરાવવા રહેવું .લોંગ કોવીડ અંગે આટલું જાણ્યા પછી પોસ્ટ કોવીડ કોમ્પ્લીકેશન્સ ની નાના મા નાની તકલીફ કે ફરિયાદ નજરઅંદાઝ કરવી નહિ. લોંગ કોવીડ કે પોસ્ટ કોવીડ કોમ્પ્લીકેશન્સ જણાય કે તરત જ સારવાર લેવી. મારા અનુભવ પ્રમાણે આવા પ્રકારના કેસ મા જ્યારે અન્ય ટ્રીટમેન્ટ પદ્ધતિથી પૂરતું કે સંતોષપ્રદ રીઝલ્ટ ન મળે ત્યારે હોમીયોપેથી અદ્ભુત રીઝલ્ટ આપેછે. આવા ઘણા કેસમાં સંપૂર્ણપણે ફરિયાદ દૂર થઇ જાય છે.
કોરોનાથી ડરીશું નહિ પણ સાવચેત રહી કોરોના સાથે જ રહી જીવન આરામથી પસાર કરીશું
લોંગ કોવીડના લક્ષણો
– અનિયમિત ઉંઘ
– ભૂખ બરાબર ન લાગવી કે ઓછી લાગવી
– ચક્કર આવવા
– મસલ્સ અને સાંધા દુ:ખવા
– પહેલા કરતા વધુ પરસેવો થવો
– વારે વારે માથું દુખે
– થાક લાગે , સુસ્તી લાગે
– શ્વાસ ચડે , ગભરામણ થાય
– ધબકારા વધી જાય
– બ્લડ પ્રેશરના દર્દીઓને બી.પી.માં વધઘટ થાય અથવા જેઓને બી.પી. હોયજ નહિ તેમને બ્લડ પ્રેશરની તકલીફ શરુ થઇ જાય
– ડાયાબિટીસના દર્દીઓને સ્યુગરમાં વધઘટ જોવા મળે અથવા ડાયાબીટીસની નવી જ તકલીફ જોવા મળે
– સ્ત્રીઓ ને માસિક સાયકલમાં ફેરફાર થાય
– ચિંતા અને ડીપ્રેશન