કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિત શાહ અને તેમના અનુવાદકની ભૂલને લઈને કોંગ્રેસ નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો. મૈસૂરમાં શુક્રવારે તેની પર બીજેપી અધ્યક્ષે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે, હું ભૂલથી સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટ કહી દીધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી મજા લેવા લાગી. રાહુલ ગાંધીને મારે કહેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની 224 સીટો પર 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 મેના રોજ જાહેર થશે.
અમિત શાહે મૈસૂરમાં કહ્યું, ‘સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે અને ટૂંક સમયમાં જ બીજેપીની સરકાર બનશે અને અહીં ન્યાય થશે.’
‘હું કોંગ્રેસ શાસનમાં થઈ રહેલી આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓની હત્યાની કડક નિંદા કરું છું. 24થી વધુ હત્યાઓ થઈ ચૂકી છે પરંતુ પોલીસ કંઈ નથી કરતી. હત્યારાઓ ખુલેઆમ ફરી રહ્યા છે.’
બીજેપી સત્તામાં આવતા જ આ મામલામાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે.’
આ પહેલા અમિત શાહે બીએસ યેદિયુરપ્પાની સાથે મૈસૂરના પૂર્વ રાજઘરાનાના લોકો સાથે મુલાકાત કરી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર પણ ઉપસ્થિત હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,