- અગ્નિકાંડ દરમિયાન 20 જેટલી અમ્બ્યુન્સ સતત ખડે પગે હતી: મૃતદેહોને
- હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી દરમિયાન 6 જેટલા કર્મીઓને નાની મોટી ઇજા પહોચી હતી છતા હિંમત રાખી કામગીરી કરી
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમા 28 લોકોના મૃત્યુ થયા છે. એ બદનસીબ વેળાએ 20 જેટલી એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાં સિવિલ હોસ્પિટલના 108 ની ટીમે રંગ રાખ્યા જોગ સેવા આપી તેઓની કર્મનિષ્ઠાનું ઉદાહરણ આપી સમાજને તબીબની મહત્વતા શું છે તે અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.મહત્વનું એ છે કે, આ દુર્ઘટનામાં અન્યના જીવ બચાવવા તેમજ મૃતદેહો હોસ્પિટલ પહોંચાડવા કામગીરી દરમિયાન 5 થી 6 જેટલા 108ના કર્મચારીઓને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. તેઓ પણ બનાવમાં ભોગ બનેલા હતભગીઓને બચાવતી વેળાએ દાજી ગયા હોય તેવી ઘટના સામે આવી છે.
સમય અને સંજોગો જોતા 23 મિનિટમાં કુલ 20 એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. શરૂઆતમાં બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે 8 થી 9 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેઓએ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યારે આગ કાબુમાં આવ્યા પછી મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે દરમિયાન 5 થી 6 કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. 108ના કર્મચારીઓએ તાલીમબદ્ધ હોવાથી તેઓ કાળજી અને હિંમત પૂર્વક કામગીરી કરી હતી. આ ઘટનામાં 5થી 6 કર્મચારીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે. કોઈ હાથમાં તો કોઈ પગમાં આગના કારણે દાજી ગયાના નિશાનો પ્રાપ્ત થયાં છે. જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.દિવસ-રાત કે શિફ્ટ ડ્યુટી સમય જોયા વગર બધો જ સ્ટાફ એક સાથે આ દુર્ઘટનાની કામગીરીમાં જોડાયો હતો. કર્મચારીઓની કર્મનિષ્ઠાને જોઈ સિવિલના સ્ટાફે ગર્વ અનુભવ્યો છે.108 ના કર્મચારીઓની સેવા ખરેખર કાબીલેદાદ હોય છે. કોઈપણ કુદરતી કે માનવ સર્જિત આપફ સમયે તેઓ પોતાના જીવને પરવા કર્યા વિના લોકોની સેવામાં જોડાઈ જતા હોય છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટનાના દ્રશ્યો પણ ડરામણા લાગી રહ્યા હતા ત્યારે 108 ના કર્મચારીઓએ પોતાની જાતને જલાવીને પણ સેવાનો યજ્ઞ ચાલુ રાખ્યો હતો.