હાલ ફ્લાય ઓવરના રોડની એક જ બાજુ હાલ ચાલુ, કામ પૂર્ણ થયે થોડા દિવસોમાં બીજી બાજુ પણ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે

ગોંડલ ચોકડીનો એલિવેટેડ ફ્લાય ઓવર એકાદ મહિનામાં સંપૂર્ણ ખુલ્લો મૂકી દેવાશે. હાલ ફ્લાય ઓવરના રોડની એક જ બાજુ હાલ ચાલુ છે. કામ પૂર્ણ થયે થોડા દિવસોમાં બીજી બાજુ પણ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા હળવી થઇ જશે.

ગોંડલ ચોકડી પર એલીવેટેડ ફલાય ઓવરબ્રીજ અંદાજે 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. 1.20 કિમીનો સિક્સલેન ફ્લાયઓવર સંપૂર્ણ તૈયાર થવામાં હવે થોડી જ દિવસો બાકી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું હતું. જેમાં થોડા સમય પૂર્વે જ બ્રિજના રોડની એક બાજુ ચાલુ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે હવે એક મહિનામાં ફ્લાય ઓવરના રોડની બીજી બાજુ પણ ચાલુ કરી દેવામાં આવશે એટલે કે ફ્લાય ઓવરને સંપૂર્ણ રીતે ખુલ્લો મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.