અબતક, રાજકોટ
ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ચિપ્સ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે તૈયારીઓ આરંભાઇ ચૂકી છે ઇલેક્ટ્રોનિક આઈટમ વાહન અને મોબાઈલ માટે જરૂરી એવા સેમિકન્ડક્ટર ની વૈશ્વિક સતત ના પગલે ભારત સમગ્ર વિશ્વની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરેલું ધોરણે સેમિકન્ડક્ટર ના કુર્તા ઉત્પાદન માટે કમર કસી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક ચિપ્સ સેમિકન્ડક્ટર ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી ચીન જાપાન જેવા મુઠ્ઠીભર દેશો દ્વારા જ ચિપ્સ નું ઉત્પાદન થાય છે અને લગભગ મોટાભાગે તમામ ઉદ્યોગિક દેશો ચિપ્સ ની આયાત કરતા હોય છે છેલ્લા કેટલાક સમયથી બીપી ચિપ્સ સેમિકન્ડક્ટર થી સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રોનિક આઈટમ મોબાઈલ અને મોટર સહિતના હાઇબ્રીડ વાહનોનું તૈયાર થઈ જવા છતાં ચિપ્સ ના અભાવે ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી.
હવે ભારતે ચિપ્સ ના ઉત્પાદનમાં વિશ્વના જરૂરિયાતો પૂરી કરવા ઘરેલુ ધોરણે સેમિકન્ડક્ટર ના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું આયોજન કર્યું છે , સરકાર દ્વારા ચિપ્સ ઉત્પાદન કરતા ઉદ્યોગો ને ઉત્પાદન લક્ષી પ્રોત્સાહન યોજના ની સાથે સાથે મોંઘા ભાવે તૈયાર થતાં સેમિકન્ડક્ટર ના ઉત્પાદન પર ખાસ પ્રકારની સબસિડી સહિતની યોજનાઓ તૈયાર કરી રહ્યું છે
ઘરેલુ ઉદ્યોગોને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા માટે સરકાર દ્વારા નવા ઉદ્યોગોની સ્થાપના થી લઈને ચિપ્સના ઉત્પાદનનો ખર્ચ ઓછો આવે તે માટે ૪૦ થી ૫૦ ટકા સબસીડી દેવા સહિતના લાભ આપવાનું વિચારાઈ રહ્યું છે ગયા મહિને જ સરકાર દ્વારા સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે નવા ઉદ્યોગો સ્થાપવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે અને ૧ બિલિયન ડોલર નું ભંડોળ સબસીડી માટે કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક વર્ષથી ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન તેમાં સતત વધારો થતો રહ્યો છે પરંતુ ભવયફા નું ઉત્પાદન હજુ થતું ન હોવાથી ઉપયોગને ઘણા પડકારો કરવો પડે છે મોટાભાગે ચીનમાંથી સેમિકન્ડક્ટર નું આયાત કરવામાં આવે છે અને ક્યારેક ક્યારેક કુર્તી અછતથી દેશના ઉદ્યોગોમાં તૈયાર માલ માત્ર ચિપ્સના અભાવે બજારમાં ડીલેવરીથતો નથી
૨૦૧૪માં ભાજપ ની આગેવાનીમાં સત્તામાં આવેલી એનડીએ સરકારે સેમિકન્ડક્ટર ના ઉત્પાદન વધારવા માટે ખાસ પ્રકારની નીતિ બનાવી છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે દેશના ટોચના ઉદ્યોગપતિઓ ને સેમિકન્ડક્ટર નું ઉત્પાદન વધારવા હિમાયત કરી હતી પરંતુ તેનો જોઈએ તેવો પ્રતિભાવ મળ્યો ન હતો કયા મહિને ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખર એ સેમિકન્ડક્ટર ના ઉત્પાદનો વધારવા માટે રસ દાખવ્યો હતો ટાટા ગ્રુપે ૫લ ટેકનોલોજી માં દેશને આત્મનિર્ભર બનાવવા માટે સેમિકન્ડક્ટર ના ઉત્પાદન વધારવામાં રસ દાખવ્યો છે તાતા ગ્રૂપે આ અંગે રસ દાખવતા નાણામંત્રાલયે ઉદ્યોગિક મંત્રાલયના સંકલનથી સેમિકન્ડક્ટર બનાવવા માટે પ્રોત્સાહનની જાહેરાત કરી છે.
ભારતમાં ૨૦૧૩થી ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રે આવેલી ક્રાંતિમાં હજુ સેમિકન્ડક્ટર ની અછત વર્તાય છે ત્યારે જો તમે કંડક્ટરનો ઉત્પાદન ભારતમાં થાય તો ઈલેક્ટ્રોનિક્સ આઈટમના ઉત્પાદન ખાસ કરીને મોબાઇલ ઉત્પાદનમાં ભારત વિશ્વ સમોવડી બની રહે તેમ છે ૨૦૨૫ સુધીમાં ભારતીય સેમિકન્ડક્ટર બનાવતા એકમોની સંખ્યા પોણા ૨ કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને તેનાથી વિશ્વની સેમિકન્ડક્ટર ની અછતપૂરી થશે વિશ્વના સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશોની સરકાર પોતાના ઉદ્યોગોને ચીફના ઉત્પાદનમાં કિંમત થી વધુ પડતર ખર્ચ સામે સબસીડી આપે છે ભારતમાં પણ સેમિકન્ડક્ટર ઉત્પાદકોને હવે સરકાર પ્રોત્સાહન આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વિકાસ ક્ષેત્ર અને બળવતર બનાવવા ના સંકલ્પ ને સેમિકન્ડક્ટર ઉપયોગને પ્રોત્સાહન આપવાથી સાર્થકતા મળશે.