ઈલેક્શન ટ્રેકિંગ મોબાઈલ એપ દ્વારા 200થી વધારે ઝોનલ ઓફિસરો, સુપરવાઇઝર અને રૂટ સુપરવાઇઝરે કર્યું સતત રિયલ ટાઇમ નિરિક્ષણ
લોકશાહીનો અવસર ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના નેજા હેઠળ કલેકટર કચેરી ખાતે “ઊટખ ટ્રેકિંગ કંટ્રોલ રૂમ ” કાર્યરત કરવામાં આવેલ છે. જેનું સંચાલન ઇન્ચાર્જ ઓફિસર આર.એસ ઠુંમર અને વી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત આઠ વિધાનસભા બેઠક વાઈઝ ઈવીએમનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતુ.
ઈવીએમ અને વીવીપેટના સેક્ધડ રેન્ડમાઈઝેશન બાદ શરૂ થયેલું ટ્રેકિંગ24 કલાક ચાલુ રહ્યું હતુ. જે મતગણતરી પૂર્ણ થયા સુધી કાર્યરત રહેશે. રાજકોટમાં કુલ આઠ વિધાનસભા વિસ્તારો માટે આઠ કોમ્પ્યુટર પર આઠ વ્યક્તિઓ દ્વારા ત્રણ શિફ્ટમાં સતત ટ્રેકિંગ ચાલુ છે. ઈન્ચાર્જ ઓફિસર વી.બી. બસીયાએ જણાવ્યું હતું કે, ઈવીએમ મશીનની સુરક્ષા જળવાય અને નિર્વિઘ્ને મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર રાજકોટ જિલ્લાના આ કંટ્રોલ રૂમ દ્વારા બે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઈવીએમ મશીનને બૂથ પર પહોંચાડવા માટે વપરાયેલા કુલ 511 વાહનોનું ટ્રેકિંગ આ રૂમ મારફતે કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 233 ઝોનલ ઓફિસર, સુપરવાઇઝર, રૂટ સુપરવાઇઝરના મોબાઈલમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલી ” ઇલેક્શન ટ્રેકિંગ મોબાઈલ એપ” ડાઉનલોડ કરવાની હોય છે. જે મારફત તેમનું ટ્રેકિંગ પણ આ રૂમ ખાતે કરવામાં આવે છે. આમ, ઇવીએમની સુરક્ષા અર્થે જિલ્લા ચૂંટણી અધિકારીએ સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીએ આ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કર્યું હતું.