ચુંટણીની પ્રક્રિયા હાથ નહીં ધરનાર બાર એસો.ની માન્યતા રદ કરાશે: બાર કાઉન્સીલ ઓફ ગુજરાત

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં વન બાર વન વોટ મુજબ રાજયનાં તમામ ૨૫૨ બાર એસોસીએશનની આગામી તા.૨૧ ડિસેમ્બરનાં રોજ ફરજીયાત એક સાથે યોજાવાની હોય આથી તમામ બારે કાર્યક્રમ ઘડી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલી આપવા જો કોઈપણ બાર માહિતી ન મોકલે અથવા ચુંટણી ન યોજે તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આકરા પગલા લેવામાં આવશે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 3

વધુ વિગત મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતનાં ૨૫૨ બાર એસોસીએશનોની ચુંટણી તારીખ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ યોજાશે જે અનુસંધાને દરેક બાર એસોશિએસને ફરજીયાતપણે ચુંટણી પ્રક્રિયા અનુસરવાનું નકકી કરવામાં આવેલ છે. દરેક બાર એસોશિએસને ચુંટણી કમિશ્નર તા.૨૧/૧૧/ર૦૧૯ સુધી નકકી કરી ચુટણીનો કાર્યક્રમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ફરજીયાતપણે મોકલી આપવાનું નકકી કરેલ છે. જો કોઇ પણ બાર એસોશિએસન ગુજરાત બાર એસોશિએસન રૂલ્સ, ૨૦૧૫ના નિયમ અનુસાર તા. ૨૧/૧૧/૨૦૧૯ સુધી બાર એસોશિએસનની ચુંટણી પ્રક્રિયા હાથ ધરીને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને માહિતી નહીં મોકલે તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જે તે એસોસીએશનનાં સીનીયર એડવોકેટની કમિટી બનાવી ચુંટણી પ્રક્રિયા હાથ ધરશે અને એસોસીએશનનો વહિવટ કમિટીને સોંપી દેવામાં આવશે. ઉપરાંત બાર એસોસીએશનનાં ઉમેદવારોને પોતાના  એસોશિએસનની મતદારયાદી મેળવવી હશે તો વન બાર વન વોટની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસેથી  રૂ.૧૫૦/- રોકડા ભર્યથી મેળવી શકશે. શ્રેઇપણ બાર એસોશિએસનની ચુટણી સમય દરમિયાન વ્યવસાયને કોઇપણ પ્રકારના લાંછન ન લાગે તેમજ કોઈપણ એડવોકેટની લાગણી ન દુભાય તે પ્રમાણે જ દરેક ઉમેદવાર પ્રચાર કરવો અને આ સુચનાનો ભંગ કરનાર સામે પણ જરૂરી કાર્યવાહી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવશે. તેમજ જે એસોશિએસન ગુજરાત બાર એસોશિએસન રૂલ્સ, ૨૦૧૫ અનુસાર બાર એસોસીએશનની ચુંટણી પ્રક્રિયા નહીં કરે તો બાર એસોસીએશનની નોંધણી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.