ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો જશે આરંભ: બીજી તબકકામાં મતદાન માટે 10મી એ નોટિફિકેશન

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબકકામાં મતદાન યોજવાનું છે એક ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે યોજાનાર મતદાનનું જાહેરનામું આવતીકાલે પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે. કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ચુંટણી જાહેર થયાના એક દિવસ બાદ જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ રહ્યો હોય તેવી પ્રથમ ઘટના હશે.

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગઇકાલે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની પ4 અને દક્ષિણ ગુજરાતની 3પ બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.

જેના માટે આવતીકાલે શનિવારે જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવશે. કાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ જશે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 14 નવેમ્બર નિુકત કરવામાં આવ્યો છે. 14મી સુધીમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. દરમિયાન 15મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. 17મી નવેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન હાથ ધરવામાં આવશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થશે પરંતુ ચુંટણીનો સાચો ગરમાવો આવતા સપ્તાહથી આવશે. જયારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે અને ફોર્મ ભરવામાં આવશે.

દરમિયાન ઉતર અને મઘ્ય ગુજરાતની 93 બેઠકો માટે પ ડિસેમ્બરના રોજ યોજનારા મતદાન માટે 10મી નવેમ્બરે જાહેરનામુ જાહેર પ્રસિઘ્ધ કરવામાં આવશે. 17મી નવેમ્બરે સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 18મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ર1મી નવેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધી છે.પ્રચાર માટે ઉમેદવારો અને રાજકીય પક્ષોને ખુબ જ ઓછો સમય મળતો હોવાના કારણે આ વખતે રાજકીય પક્ષો ઉમેલવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થતાની સાથે ત્રણ થી ચાર દિવસમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી દેશે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.