દેશી ફેસબુક બનાવી વિદેશીને આપો જાકારો
લોકોને પોતાની વિગતો ઉપર ફેસબુક સ્વતંત્રતા આપશે
ડેટા લીક અંગે ખુલાસો કરવા ફેસબુકને સરકારનું અલ્ટીમેટમ
ચૂંટણી દરમિયાન મતદારોના રાજકીય પક્ષો તરફના વલણ ફેરવવા સોશીયલ મીડિયાનો દૂરઉપયોગ થતો હોવાના આક્ષેપ વચ્ચે ચૂંટણીપંચ આચારસંહિતા જાળવવા સોશીયલ મીડિયા પ્લેટફોર્મ સો ભાગીદારી કરવાની તૈયારી કરી રહ્યું છે.
ટૂંક સમયમાં ચૂંટણીપંચના અધિકારીઓ અને સોશીયલ મીડિયા પ્લેટફોર્મના સપકો વચ્ચે બેઠકો થશે. જેમાં ચૂંટણીની આચારસંહિતા મુજબ સોશીયલ મીડિયામાં વિગતો શેરીંગની દરખાસ્ત કરવામાં આવશે. જે પ્લેટફોર્મ ચૂંટણીપંચની આચારસંહિતાનું પાલન નહીં કરે તેને પોલ પેનલની ભાગીદારી નહીં મળે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ વિધાનસભા કે અન્ય ચૂંટણીઓ દરમિયાન ફેસબૂક જેવા સોશીયલ મીડિયા પ્લેટફોર્મ સો ભાગીદારી કરતું હોય છે. અલબત આ વર્ષે કેમ્બ્રિજ એનાલીટીકા જેવી સંસના કૌભાંડનો ઘટસ્ફોટ તથા ચૂંટણીપંચ પણ સોશીયલ મીડિયાની વિશ્ર્વસનીયતા ઉપર શંકા કરી રહ્યું છે અને ચૂંટણી દરમિયાન આચારસંહિતા જળવાય રહે તે માટે જે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પ્રયાસો નહીં કરે તેમને આગામી ચૂંટણીઓમાં ભાગીદાર બનાવવામાં આવશે નહીં.
ફેસબુક ડેટા લીક યાનો પર્દાફાશ થતા હવે વિદેશી સંચાલિત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકોનો વિશ્ર્વાસ ડગમગી ગયો છે. પરિણામે હવે સ્વદેશી પ્લેટફોર્મની માંગ ઉભી થઈ છે. ત્યારે મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ દેશી ફેસબુક જેવા પ્લેટફોર્મ સપવાની હાકલ કરી છે. જે વ્યક્તિ કે સંસ ફેસબુક જેવું કે ફેસબુકી સારૂ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ બનાવશે તેને ર્આકિ ટેકાની જાહેરાત પણ આનંદ મહિન્દ્રા દ્વારા કરવામાં આવી છે.
બીજી તરફ સરકાર ફેસબુક ડેટા લીક અંગે ખૂબજ ગંભીર બની ગઈ છે અને તા.૭ સુધીમાં ફેસબુકને કીત ડેટા લીક બાબતે ખુલાસો કરવા અલ્ટીમેટમ આપી દીધું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફેસબુકને આ મામલે નોટિસ પાઠવી છે. જેમાં ભારતીય મતદારોના વ્યક્તિગત ડેટા કેવી રીતે કેમ્બ્રિજ એનાલીટીકા કે અન્ય કોઈ સંસ પાસે પહોંચ્યા તે અંગે ખુલાસો કરવા જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,