- ઈવીએમ હિઝબુલ્લાહના પેજર્સ કરતા વધુ મજબૂત, જેને હેક કરી શકાતુ નથી : ચૂંટણી પંચ
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની વિશ્વસનીયતા અંગેની ચિંતાઓ સાથે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ઇવીએમ મશીન સાથે ચેડાં કરવાના આક્ષેપો કર્યા હતા. સાથે જ મતપત્રક દ્વારા મતદાન કરવા વિનંતિ કરી હતી. તેમણે ટેક્નોલોજીના સંભવિત દુરુપયોગ તરફ ઈશારો કરતા ઐતિહાસિક ઉદાહરણો સાથે તેની સરખામણી કરી છે. ત્યારે ચૂંટણી પંચે ઇવીએમ સાથે ચેડાં કરવાના કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે, તેમણે સુરક્ષાની હિઝબુલ્લાહના પેજર સાથે સરખામણી કરી હતી. ચૂંટણી પંચે આ દાવાઓ પર પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે અમારા ઇવીએમ હિઝબુલ્લાહના પેજર્સ કરતાં વધુ મજબૂત છે.
ઇઝરાયેલ દ્વારા કથિત રીતે કરાયેલ હિઝબુલ્લા પરના પેજર્સ અને વોકી-ટોકીઝના વિસ્ફોટક હુમલા અને ઇઝરાયેલ સાથે પીએમના સારા સંબંધોનો ઉલ્લેખ કરતા, ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના પ્રવક્તા અલ્વીએ કહ્યું, “મહારાષ્ટ્રમાં, વિપક્ષોએ ઇવીએમની જગ્યાએ મત પત્રક દ્વારા મતદાન કરવા માટે આગ્રહ રાખવા દબાણ કરવું જોઈએ. નહિતર ભાજપ સરકાર અને ચૂંટણી પાંચ કઈ પણ કરી શકે છે. જો ઇઝરાયલ પેજર અને વોકિ-ટોકી દ્વારા માણસોને મારી શકે છે તો ઈવીએમની શું વાત કરવી ? આ ઉપરાંત પીએમને ઇઝરાયલ સાથે સારા મિત્રતાના સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
હરિયાણાની ચૂંટણીમાં ઊટખ સાથે ચેડાં કરવાના કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દેતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મશીનો “100% ફૂલપ્રૂફ” છે અને “આ મશીનને વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાતા પેજરની જેમ હેક કરી શકાતા નથી”. વધુમાં તેમણે કહ્યું “ઇવીએમ હેક કરી શકાતા નથી. પેજર કનેક્ટેડ ડિવાઇસ છે પરંતુ ઇવીએમ નથી,” તેમણે ઉમેર્યું હતું કે અગાઉ પણ આવા સમાન આક્ષેપો કરવામાં આવ્યા હતા.અલ્વીના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા નલીન કોહલીએ કહ્યું કે, “કોંગ્રેસે તેની રાજકીય બુદ્ધિ અને રણનીતિ બંને ગુમાવી દીધી હોય તેવું લાગે છે. નુકસાનમાં, તેઓ એ જ ઊટખને ચાબુક મારતા હોય છે જે તેમને મત અને જીત અપાવી શકે છે.
હિઝબોલ્લાહ તેના વડા હસન નસરાલ્લાહના કહેવાથી પેજર અને વોકી-ટોકી પર સંવાદ શરૂ કર્યો હતો, જે મોબાઇલ ફોનથી ડરી ગયા હતા અને તેમને શંકા હતી કે જૂથના સભ્યોના ઉપકરણોને ઇઝરાયેલી એજન્સીઓ દ્વારા હેક કરવામાં આવ્યા હતા. તેણે હિઝબુલ્લાના સભ્યોને ઇઝરાયલી એજન્સીઓ દ્વારા તપાસ ટાળવા માટે તેમના મોબાઇલ ફોનનો નાશ કરવા કહ્યું હતું. પરંતુ તે એક ભૂલ હોવાનું સાબીત થયું છે કારણ કે ઇઝરાયેલી એજન્સીઓએ એક ફ્રન્ટ કંપનીની સ્થાપના કરીને પેજર્સની સપ્લાય ચેઇનમાં ઘૂસણખોરી કરી, એક એન્ક્રિપ્ટેડ સંદેશ મોકલીને આ ઉપકરણોના તાઇવાનના ઉત્પાદક પાસેથી ફ્રેન્ચાઇઝી મેળવીને ઘટનાને અંજામ આપ્યો હતો.