• મતદાન પુરૂ થયા બાદ જાહેર કરાયેલી ટકાવારીમાં પાછળથી ફેરફાર કેમ?
  • ટકાવારીમાં ફેરફારને લઈને ચૂંટણી પંચને 24 મે સુધીમાં જવાબ દાખલ કરવા સુપ્રીમનો આદેશ

મતદાન પુરૂ થયા બાદ જાહેર કરેલ ટકાવારીમાં પાછળથી ફેરફારનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગાજયો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાન પુરૂ થયાના 48 કલાકમાં જ આંકડા જાહેર કરી દેવા આદેશ જારી કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પૂર્ણ થયાના 48 કલાકની અંદર મતદાનના આંકડા ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાની માગ કરતી એક એનજીઓની અરજી અંગે ચૂંટણી પંચને સાત દિવસની અંદર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.  મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા તથા ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે એનજીઓ એસોસિએશન ફોેર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ની અરજી પર સુનાવણી કરી હતી.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચને આ અરજીનો જવાબ આપવા માટે યોગ્ય સમય આપવો જરૂરી છે. ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી 24 મેના રોજ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે 25 મેના રોજ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. આ અગાઉ દિવસ દરમિયાન એડીઆર વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ અરજીની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.

ગયા સપ્તાહે એનજીઓએ પોતાની 2019ની પીઆઇએલ અંગે એક વચગાળાની અરજી દાખલ કરી હતી.અરજીમાં માગ કરવામાં આવી હતી કે તમામ મતદાન મથકોના ફોર્મ નંબર 17 સી (મતદાનના આંકડાની વિગતોે દર્શાવતું પત્રક) ચૂંટણી પૂર્ણ થયા પછી તાત્કાલિક સ્કેન કરી અપલોડ કરવામાં આવે.

ચૂંટણી પંચને સમય આપવો જોઈએ: સીજેઆઈ

આ પહેલા વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને અરજી પર આજે જ સુનાવણી કરવાની વિનંતી કરી હતી.  જસ્ટિસ એએસ બોપન્નાને વિદાય આપવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચ સાંજે સુનાવણી માટે બેઠી હતી.  ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે અરજીનો જવાબ આપવા માટે ચૂંટણી પંચની વિનંતીને યોગ્ય ઠેરવી હતી. બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચને અરજીનો જવાબ આપવા માટે થોડો સમય આપવો જોઈએ.

અરજીમાં ખોટા આક્ષેપો કરાયા છે:  ચૂંટણી પંચના વકીલ

આ સાથે, સર્વોચ્ચ અદાલતે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના એક દિવસ પહેલા, 24 મેના રોજ ઉનાળાના વેકેશન દરમિયાન યોગ્ય બેંચ સમક્ષ સુનાવણી માટે અરજીની સૂચિબદ્ધ કરી હતી.  ટૂંકી સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ અરજીમાં સંપૂર્ણપણે ખોટા આરોપો લગાવ્યા છે. આ સિવાય જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની બીજી બેન્ચે કેટલાક મુદ્દાઓનું સમાધાન કર્યું છે.  આ મુદ્દો પણ હાલના કેસનો એક ભાગ છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.