આજે રાત્રે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડાશે
આજે આહીર-બોરીચા સમાજનાં આગેવાનોનાં હસ્તે આરતી
ટુ-વ્હીલર, વોશીંગ મશીન, ગોલ્ડ ઓર્નામેન્ટ, બાઈસીકલ, એલ.ઈ.ડી. ટીવી, સોલાર સીસ્ટમ જેવા લાખેણા ઈનામો અપાશે
આજે સાંજે મહાઆરતીનું આયોજન
સીક્યુરીટી + આકર્ષક લાઈટીંગ સાથેનું સ્ટેજ – આધુનિક સાઉન્ડ સીસ્ટમ + નામાંકીત કલાકારો + વિશાળ ગ્રાઉન્ડ
માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા નવરાત્રી તા.૧૦ ઓક્ટોબર થી તા.૧૮ ઓક્ટોબર ૨૦૧૮ સુધી જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, આઠમા નોરતે મહેમાનશ્રીઓમાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટનાં જાણીતા બિલ્ડરશ્રી હીતેશભાઈ બગડાઈ, રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી મહેશભાઈ રાઠોડ, સહકાર ભારતીનાં રાષ્ટ્રીય પ્રમુખ : જ્યોતિન્દ્રભાઈ મહેતા, નાગરીક બેંકનાં ચેરમેનશ્રી નલીનભાઈ વસા, નાગરીક બેન્કનાં વા.ચેરમેન : જીવણભાઈ પટેલ, નાગરીક બેંકનાં પૂર્વ ચેરમેનશ્રી કલ્પકભાઈ મણીઆર, નાગરીક બેન્કનાં હરીભાઈ ડોડીયા, ગીરીશભાઈ દેવળીયા, શ્રી અમીનેશભાઈ રૂપાણી, વીવીપી એન્જી. કોલેજનાં અપૂર્વભાઈ મણીઆર, જાણીતા બિલ્ડર્સ જીજ્ઞેશભાઈ શાહ, રીકોન વોલ કલોકનાં દિપકભાઈ મહેતા, એર્ડોન વોચનાં રાજેશભાઈ પારેખ અને ભાવેશભાઈ ગાંધી તથા વિપુલભાઈ ગાંધી, ભાજપ અગ્રણીશ્રી કાશ્મીરાબેન નથવાણી તથા નીતીનભાઈ નથવાણી , પટેલ ટીમ્બર્સનાં ભાવેશભાઈ પટેલ, હીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા સંજયભાઈ શાહ, રોલેક્સ રીંગ્સમાંથી મીહીરભાઈ મડેકા તથા શ્રઘ્ધાબેન મડેકા, સેલ્સ એન્ડ સર્વિસનાં દિપકભાઈ શાહ, શ્રમજીવી ઉપાશ્રયનાં મહેશભાઈ મહેતા, સી.એ.-ભરતભાઈ મીઠાણી, રાજકોટ બસ સ્ટેન્ડ બનાવનાર કંપની બ્રુકલેન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર નાં માલવીકભાઈ તથા પ્રિતેશભાઈ, યુવા અગ્રણીશ્રી રાહુલભાઈ મહેતા, મહેતા એન્ટરપ્રાઈઝવાળા શ્રી અરવિંદભાઈ જૈન, ઓસ્ટ્રેલીવાળા શ્રી પારસભાઈ દોશી, આર.એસ.એસ.નાં કિશોરભાઈ મુંગલપરા, નરેન્દ્રભાઈ દવે, ડો.જીતેન્દ્ર અમલાણી, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, કેતનભાઈ વસા, ઓસ્ટ્રોલીયાથી ખાસ પધારેલ મેઘાબેન દોશી ઉપસ્થિત રહયા હતા.જ્યારે એન્કર તરીકે મેહુલભાઈ દવે રહયાં હતા.
આઠમાં સાતમાં નોરતે માં જગદંબાની આરતીમાં રજપુત સમાજનાં કિશોરભાઈ રાઠોડ, જગમાલસિંહ હેરમા, ગોવિંદભાઈ ડોડીયા, રીતેશભાઈ રાઠોડ, હીતેન્દ્રસિંહ ડોડીયા, જયદિપસિંહ રાઠોડ, કિરણભાઈ રાઠોડ, વિરેન્દ્રસિંહ રાઠોડ, બીપીનસિંહ ડોડીયા, કાનજીભાઈ પરમાર, સંદીપસિંહ ડોડીયા, જયુભાઈ રાઠોડ, બેચરભાઈ પરમાર, સુરેશભાઈ સિંધવ, પ્રદિપભાઈ પરમાર, નિરવસિંહ વાઘેલા, સન્નીરાજ પરમારએ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આહીર-બોરીચા સમાજનાં આગેવાનો આરતીનો લાભ લેશે.
ગઈકાલે રાત્રે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, વિશાલ પંચાલ, પ્રિતી ભટ્ટ અને માલાબેન ભટ્ટ પણ એક થી એક ચડીયાતા હીન્દી – ગુજરાતી રાસ ગરબા રજુ કરી ખેલૈયાઓને મોજ પડાવી દીધી હતી. આજે જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે જેમાં પહેલા નોરતા થી આઠમા નોરતા સુધી ડેઈલી થયેલ પ્રિન્સ-પ્રિન્સ એડલ્ટ તથા કીડ્સ કેટેગરીનાં બધા ખેલૈયાઓ વચ્ચે આ જે મેગા ફાઇનલ રમશે અને આમાથી વિજેતા થયેલ ખેલૈયાઓ માટે ટુ-વ્હીલર, ગોલ્ડ ઓર્નામેન્ટ, વોશીંગ મશીન, એલઈડી ટીવી, બાયસીકલ, સોલાર સીસ્ટમ અને ધણી બધી સરપ્રાઈઝ ગીફ્ટ આયોજકો તરફથી આપવામાં આવશે.
આઠમા નોરતે મેલ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે મહેતા હિમાંશુ, બીજા નંબરે મહેતા કેવીન, ત્રિજા નંબરે કોઠારી હર્ષ, જ્યારે મેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે દોમડીયા હર્ષ, બીજા નંબરે વોરા નીકીત, ત્રિજા નંબર દોશી રૂમીતને વિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે પ્રથમ નંબરે દામાણી રીયા, બીજા નંબર જસાણી ખ્યાતી, ત્રિજા નંબરે ગાંધી રીયા અને ફીમેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શાહ નીધી, બિજા નંબરે શાહ ભુમી અને ત્રિજા નંબર મહેતા ચાંદનીને વિજેતા જાહેર કરેલ.
આઠમા નોરતે મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રથમ નંબરે શાહ સૌમ્ય, બિજા નંબરે વોરા મનન, ત્રિજા નંબરે પારેખ યશ તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે દોશી ક્રિશીવ, બિજા નંબરે દોશી ચૈત્ય અને ત્રિજા નંબરે શાહ કાવ્યાને વિજેતા જાહેર કરેલ, જ્યારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે શાહ તનીષા, બિજા નંબરે શાહ લબ્ધી, ત્રિજા નંબરે કોઠારી હસ્તી આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે મહેતા ઘ્વની, બિજા નંબરે વોરા જીનાલી, ત્રિજા નંબરે વોરા રૂતુને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે જેન્ટસમાં શેઠ નૈમિષ તથા લેડીઝમાં શાહ હીલોની, શાહ ભાવિકા, બાવીશી સ્મીતાને વિજેતા જાહેર કરેલ હતા.
આ તમામ વિજેતાઓને ગુલાબ સીંગતેલ, રીકોન કવાર્ટસ, એડોર્ન કવાર્ટઝ, મહાવીર ઓર્નામેન્ટસ, નીધી ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. જજ તરીકે ઉષાબેન વાણી, જીજ્ઞેશ પાઠક, સમીત ત્રિવેદી, ભાવના બગડાઈ ઉપરાંત ડો.અમી મહેતા, નીકીતા નંદાણી, નીલેશ ગાંધી, અંજલી મનવાણીએ વિઠલાણીએ ઉત્કૃષ્ટ સેવા આપેલ.