બહોળી સંખ્યામાં લાભ લેતા વૈષ્ણવો: પૂ.મીલન કુમારજીના મુખેથી ગુણગાન પંચામૃતનો પ્રથમ વખત લાભ લેતા ભાવિકજનો
ઉપલેટા શહેરમાં પહેલી વખત ગોકુલેશ ટ્રસ્ટ દ્વારા વૈષ્ણવ ભાઈ-બહેનો માટે પવિત્ર અધિક માસમાં સતત સાત-સાત દિવસ સુધી અષ્ટ સખા ગુણગાન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું. તેનું રવિવારે સમાપન કરવામાં આવેલ હતું.
ગોકુલેશ ટ્રસ્ટ દ્વારા આયોજીત અષ્ટસખા ગુણગાન સપ્તાહમાં પ્રધાન વકતા પુ.પા.ગો.શ્રી મિલન કુમારજી મુખેથી વૈષ્ણવોને સાત દિવસ સુધી શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન અને આપ દ્વારા ભવદીપ કોના ઉદ્ધાર કઈ રીતે યો ઉપદેશ અને આદેશને ખૂબજ વિસ્તૃત વિવેચન બાવા દ્વારા યુ. વૈષ્ણવોએ પ્રભુ પ્રત્યે પોતાના ભાવની રચના કઈ રીતે કરેલ.
હાલમાં ભાગ્યવદ દ્રઢ કઈ રીતે થાય તે મહાપ્રભુજીના અને ગુસાઈજીના ભગ્વદીઓએ કઈ રીતે આપની આજ્ઞાને પોતાના જીવનમાં ઉતારી આવા વિવિધ વિષયો પર આપના વચનામૃતનો લાભ ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારી આવેલા ભાવુક વૈષ્ણવજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગુણગાન સપ્તાહના અંતિમ દિવસે પાંચ હજાર વૈષ્ણવ ભાઈ-બહેનોએ સમૂહમાં પ્રસાદ લીધો હતો.