મા દુર્ગાની આઠમી શકિત તથા આઠમા સ્વરૂપનું નામ મહાગૌરી છે. માતાજીનો રંગ ગૌર છે. માતાજીની ઉપમા શંખ, ચંદ્ર અને ફૂલ સાથે કરેલ છે.માતાજીની ઉમર આઠ વર્ષની માનેલ છે. માતાજીના વસ્ત્ર આભુષણ બધુજ સફેદ છે. માતાજીન ચાર હાથ છે. એક હાથમાં ત્રીશુલ તથા અભય મુર્દ્રા છે. તથા ડમરૂ છે. માતાજીનું વાહન વૃષભ છે.
માતાજીએ પાર્વતીરૂપમાં મહાદેવજીને પામવા કઠોર તપસ્યા કરેલી તેના કારણે માતાજીનો રંગ કાળો પડી ગયેલ હતો. પરંતુ અને ગંગાજળનો માતાજી ઉપર છંટકાવ કર્યો અને માતાજીનો રંગ સફેદ થયો
આમ માતાજીનું નામ મહાગૌરી પડયું. મહાગૌરી માતાજીની ઉપાસના બહુ ફળ દાયક છે. માતાજીની ઉપાસનાથી પાછલા જન્મોના પાપો ધોવાય છે અને અલૌકિક સિધ્ધિની પ્રાપ્તી થાય છે.મહાગૌરી માતાજીની પૂજા ઉપાસના હંમેશા કલ્યાણકારી છે.માતાજીની પુજા અસત્યનો નાશ કરી અને સત્યની પ્રાપ્તી કરાવે છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવાયું છે.
મંત્ર: ૐ કલીં હ્રીં વરદાયે નમ: નૈવેધ: માતાજીને શ્રીફળ અર્પણ કરવું જેનાથી મનની મનોકામના પૂર્ણ થશે