ચીનમાં ભાષા અને ચિકિત્સા શિક્ષાની ખરાબ ગુણવત્તાથી ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન હતા
જ્યારથી કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી, વિદેશ મંત્રાલય એ સુનિશ્ચિત કર્યું છે કે વિદેશમાં વસતા વિદેશી ભારતીયોની તમામ ચિંતાઓને સૌથી વધુ સર્વગ્રાહી રીતે સંબોધવામાં આવે. વિદેશ મંત્રાલય મુખ્યત્વે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સ્પર્શતા દરેક મુદ્દા પર ધ્યાન આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે 25 માર્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી
બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે 8 સપ્ટેમ્બરના રોજ ચાઇનીઝ મેડિકલ સ્કૂલોમાં અભ્યાસ અંગે વિગતવાર એડવાઇઝરી જારી કરી હતી, કારણ કે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસને ચીનમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છતા સંભવિત ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે અનેક પ્રશ્નો મળી રહ્યા હતા
એડવાઇઝરીમાં, ભારતીય દૂતાવાસે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અંગેનો ડેટા શેર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 2015 થી 2021 સુધી, ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી માત્ર 16%એ જ મેડિસિન પ્રેક્ટિસ કરવા વિદેશી ચિકિત્સા સ્નાતક પરીક્ષા પાસ કરી હતી. આ આંકડો ચીનમાં ચિકિત્સા શિક્ષાની ખરાબ ગુણવત્તાને પ્રદર્શિત કરે છે.
ચીનમાં શિક્ષણની ગુણવત્તાના લીધે બહુ ઓછા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે. તે સિવાય અન્ય મુદ્દાઓ પણ છે. તેમાંથી એક સમસ્યા ભાષાની છે. અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવા છતાં, અગાઉના ભારતીય વિદ્યાર્થીઓ કે જેમણે ચીનમાં અભ્યાસ કર્યો હતો, તેમણે જણાવ્યું કે પ્રોફેસરોને સમજવામાં તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. રોગચાળાની શરૂઆત પછીનો બીજો મુખ્ય મુદ્દો ચીનની ’ડાયનેમિક ઝીરો કોવિડ પોલિસી’ છે, જે અવરજવર પર કડક નિયંત્રણો લાદે છે અને અભ્યાસને અસર કરી શકે છે. આ નીતિ સતત બદલાતી રહે છે અને વિદ્યાર્થીઓને ઘણી વખત ઘરેથી દૂર રહેવું પડે છે.
ચીને અગાઉ પણ વિઝા પ્રતિબંધો લાદ્યા હતા જેના કારણે ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા 23,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતાં. વિદેશ પ્રધાન જયશંકરના પ્રયાસોથી, તેમના ચીની સમકક્ષ સાથે સતત વાટાઘાટો પછી, ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવા અને તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે તાજેતરમાં પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.