‘યાસ’ વાવાઝોનાની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળી છે. જેં ‘યાસ’ વાવાઝોના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં જોરદાર પવન સાથે મહાકાય મોજા ઉછળ્યા હતા. ‘યાસ’ની અસર શરૂ થતાજ દરિયાએ તેનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દરિયાકિનારે ‘યાસ’ના કારણે દરિયાઈ મોજા એ અતિ ભયાનક રૂપ ધારણ કર્યું છે. દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેથી તેને કોઈ જાનહાની ના થાય.
‘યાસ’ની અસર મંગળવારથી શરૂ થઈ ગઈ હતી. આને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે જોખમી વિસ્તારોમાંથી 12 લાખથી વધુ લોકોને સલામત સ્થળો પર ખસેડ્યા છે. યાસના વાવાઝોડાને કારણે બંગાળ, ઓડિશા અને બિહાર સહિત ઝારખંડનું હવામાન પણ પ્રભાવિત થયું છે. ઓડિશા અને બંગાળમાં ઘણી જગ્યાએ જોરદાર પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે.