અમદાવાદ | 15.8 |
અમરેલી | 14.6 |
બરોડા | 15.4 |
ભાવનગર | 17.1 |
ભુજ | 15.1 |
ડીસા | 13.6 |
દ્વારકા | 17.4 |
ગાંધીનગર | 14.0 |
નલિયા | 11.2 |
રાજકોટ | 13.6 |
સુરેન્દ્વનગર | 16.0 |
વેરાવળ | 18.3 |
ગુજરાતમાં જોરદાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. 24 કલાકમાં હાડ થીજવતી ઠંડીનો સામનો વધુ કરવો પડશે તેવી અંબાલાલ પટેલ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 24 કલાકમાં પશ્ચિમિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. આગામી 24 કલાકમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે.
ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે: નલિયાનું 11.4 ડિગ્રી જયારે રાજકોટનું 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ 16મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. ત્યારે 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે.