લાંબા સમય સુધી સાત્વિકતા અને સાતત્ય જાળવી કોઇપણ એક જ મંત્રનો જાપ કરીએ તો મંત્રના સુક્ષ્મ સ્પંદનો લોહીના અણુએ અણુમાં પ્રસરી જાય છે

મંત્ર જાપની અસર શરીર પર પડતી હોવાની વાતને વિજ્ઞાને પણ સમર્થન આપતી વાતો અનેક તજજ્ઞો પાસે સાંભળવા મળે છે. મંત્ર જાપનું મહત્વ પશ્ર્ચિમના દેશો સ્વીકારવા લાગ્યા છે. એ વાત કંઇ આજકાલની નથી ચાર પાંચ દયાકાઓ પહેલા અમેરિકામાં પ્રયોગો કરીને વૈજ્ઞાનિકોએ સાબીત કર્યુ હતું કે મંત્ર- જાપ કરવાથી માણસના મગજના તરંગોની ગુણવતા ઉપર ભારે અસર થાય છે. જો લાંબા સમય સુધી સાત્વીકતા અને સાતત્ય જાળવીને કોઇપણ એક જ મંત્રનો જાપ કરતા રહીએ તો મંત્રના સુક્ષ્મ સ્પંદનો આપણા લોહીના અણુએ અણુમાં પ્રસરી જાય છે.

લોહીમાંથી સપ્ત ધાતુઓમાં અને ત્યાંથી શરીરના એક એક કોષમાં મંત્ર ગુંજવા લાગે છે મંત્રના સ્પંદનોની નોંધ લઇ શકે તેવા સંવેદનશીલ યંત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે સતત મંત્ર-જાપ કરનારા વ્યકિતના પગરખા સુધી પણ તેના સ્પંદનો પહોચે છે.

ધારવાડમાં એક દર્દીને ઓપરેશન દરમિયાન લોહી આપવાની જરૂર ઉભી થઇ ઓપરેશન પછી જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તે આપો આપ સ્વયં સ્ફુરીત મંત્ર-જાપ કરવા માંડયો આશ્ર્ચર્યમાં પડી ગયેલા ડોકટરોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે દર્દીને ચડાવવામાં આવેલું લોહી એક સંત પુરૂષનું હતું તે સંતનું લોહી મંત્રની શકિતથી ભરપુર હતું.મંત્ર જાપ વિશે ઉંડાણપૂર્વકનું વૈજ્ઞાનિક સંશોધન  થવું જોઇએ, આજ-કાલ ડોકટરો ડાયાબિટીસ કે હાઇપર યેન્શન ના દર્દીઓને પુછે છે કે તમારા માતા કે પિતાને આવી કોઇ તકલીફ હતી? ડોકટરો જાણે છે કે મોટાભાગે આવી બીમારી વારસાગત હોય છે. અને વંશ પરંપરાથી તે પેઢી દર પેઢી ઉતરી આવે છે. મંત્ર-જાપની શકિત પણ આવી જ રીતે લોહી દ્વારા ઉતરી આવી શકે છે.

વિજ્ઞાન સંશોધન કરે કે ન કરે પરંતુ જાગૃત અવસ્થામાં કામ કરતી વખતે પણ મનમાં સતત ચાલતો રહેતો મંત્ર-જાપ આપણા દરેક કાર્યને તપ સમાન બનાવી મનને પવિત્ર બનાવી દેશે, આપણી વૃતિઓ અને પ્રવૃતિઓને સાત્વીક અને વિકાર રહીત બનાવી શકે છે. આપણે પણ આ પ્રયોગ કરી શકીએ ખરાં…! પ્રયત્ન કરવામાં શં જાય છે..? પૂર્ણ શ્રઘ્ધા સાથે માત્ર એક મહિના સુધી મંત્ર સાધના કરી જોઇએ…. ભીતરમાં સમૂળગા બદલાઇ જશું અને બ્રાહ્મ જગતમાં ચમત્કારી પરિણામો જોવા મળેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.