“મારા સપનાની પરી”

આમ તો બધુ જ યાદ રહી જાય છે,

બસ તારા વિશે લખવા બેસુ ને ભૂલાઈ જાય છે.

ખૂબ જ સારી હતી મારી યાદ રાખવાની સ્મરણ શક્તિ,

પણ તારા વિચારોમાં જ બધી વેડફાઈ જાય છે.

કંઈક તો ભૂલ કરી છે તને બનાવવામાં ભગવાને,

નહીતર તારી પાછળ આ જીંદગી કેમ ખર્ચાઈ જાય છે.

જોયા તો છે ઘણાય રૂપ રૂપના ચાંદને,

પણ કેમ તમને જોઈને જ અંજાઈ જવાય છે.

કેવા નવરાશના સમયે બનાવ્યા હશે ભગવાને તમને,

કે સુરજના અજવાળા પણ તમારી સામે ઝાંખા પડી જાય છે.

ચાંદ કહું કે તમને ચાંદનો ટૂકડો કે ખીલતી સંધ્યા,

આ બધું જ તમારામાં હવે છલકાતું જાય છે.

મન તો તારું પણ મોહ્યું હતું એના પર “બેપરવા”,

નહીતર આવી ભૂલ તારાથી કેમ થઈ જાય છે ?

વિપુલ ભીલ- “બેપરવા”
રાજકોટ

a305d5f1 8318 4f6b ad9b 3a8988ff6d52

તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.