રાજયભરની સાથે સાથે દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ ડિસેમ્બર માસની શઆત પૂર્વે વાતાવરણમાં પલટો જોવામાં આવી રહ્યો છે. દિવસે ગરમી અને સવાર-સાંજ-રાત્રીના ઠંડીના વધતા જતા પ્રભાવ વચ્ચે મિશ્ર વાતાવરણનો સામનો લોકોને થઈ રહ્યો છે.
શિયાળાની શરૂઆત સમો મિશ્ર વાતાવરણમાં ઠંડકનો પ્રભાવ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય ધીરે ધીરે ધુમ્મસનો માહોલ સવારના ભાગે જોવા મળી રહ્યો છે. મહતમ તાપમાનમાં ઘટાડો તેમજ ભેજના વધતા પ્રમાણને લીધે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ સવાર-સાંજ લોકોને થઈ રહ્યો છે. ઠંડીની શરૂઆત જોવાતા બપોરના ભાગે થતી આકરી ગરમીમાંથી લોકોને ધીરે ધીરે મુકિત મળી રહી છે.(તસ્વીર: મહેન્દ્ર કકકડ-દ્વારકા)