રાજ્યમાં વિદ્યાસહાયકની નવી ભરતી તજવીજ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. જેને લઈને હવે રાજ્યમાં વિદ્યાસહાયક નવી ભરતીકરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ઉમેદવારોમા આનંદની લાગણી જોવા મળી રહી છે.

નોંધનિય છે કે અગાઉ 5360 જગયાઓ મંજુર કરવામાં આવી હતી. જે પૈકી 2600 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી જગ્યા ભરવામાં આવી હતી, જ્યારે બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ દ્વારા કામગીરી શરુ કરાઈ છે. જો કે ક્યારે ભરતી થશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ બાબતે પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકના મંજૂર મહેકમ સામે ભરવાની થતી ખાલી જગ્યાઓ વધી ન જાય તેનું ધ્યાન રાખી આનુષાંગિક જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા જણાવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.