ત્રણ સરકાર નિયુકત સહિત 15 સભ્યોના નામ પ્રદેશમાંથી આવશે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના સભ્યોની નિયુકત કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. પ્રદેશમાં 4ર દાવેદારોના નામ હાલ મોકલી દેવામાં આવ્યા છે. જ્ઞાતિ – જાતિ સહિતના સમિકરણોને ઘ્યાનમાં રાખી વિધાનસભા વાઇઝ ત્રણ-ત્રણ કાર્યકર્તાઓનો શિક્ષણ સમિતીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે. ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુકિત માટે ત્રણ કે ચાર નામોની પેનલ બનાવવામાં આવશે.
ભ્રષ્ટાચાર અને જુથવાદના આક્ષેપોથી ધેરાયેલી શિક્ષણ સમિતીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ 1પ સભ્યોને ગત મહિને સાુમહિક રાજીનામા લઇ ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. દરમિયાન ગત સોમવારથી શિક્ષણ સમિતિના સભ્યોની નિયુકિત માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે. સમિતીમાં કુલ 1પ સભ્યો લેવામાં આવે છે જેમાં 1ર સભ્યો માટે ચુઁટણી યોજવામાં આવે છે જેના માટે કોર્પોરેટરો દ્વારા મતદાન કરવામાં આવે છે જયારે ત્રણ સભ્યોની સરકાર દ્વારા ડાયરેકટ નિમણુંક કરવામાં આવે ે. શિક્ષણ સમિતિના સભ્યોની ચુંટણીના મુખ્ય અધિકારી મેયર હોય છે સામાન્ય ચુંટણીની માફક જ જાહેરનામું પ્રસિઘ્ધ કરવાનું રહ છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા, પરત ખેંચવાની અંતિમ તારીખ, ફોર્મની ચકાસણી, મતદાનની તારીખ અને મતગણતરીના અલગ અલગ દિવસો હોય છે. સભ્યોની વરણી થયા બાદ 1ર દિવસમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુકિત કરવામાં આવે છે.
કોર્પોરેશનની ચુંટણીમાં જ્ઞાતિ જાતીના સમીકરણો કે કોઇ અનય કારણોસર જે સનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકીટ આપી શકાય ન હોય છતાં તેમને ખંતથી કામ કર્યુ હોય છતાં તેમને ખંતથી કામ કર્યુ હોય તેવા કાર્યકર્તાને સમિતિના સભ્ય તરીકે પસંદ કરવામાં આવતા હોય છે. શહેર ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે શહેરની વિધાનસભાની ચાર બેઠકો પૈકી બેઠક વાઇઝ ત્રણ ત્રણ કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવશે આ માટે ધારાસભ્યોને પણ વિશ્ર્વાસમાં લેવામાં આવશે
તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા શહેરના પ્રદેશ સંગઠન પ્રભારી સમક્ષ વોર્ડવાઇઝ આવેલા 4ર નામોની યાદી રજુ કરી દેવામાં આવી છે જે પ્રભારીએ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી દીધી છે. એવી વાતો પણ ચર્ચાય રહી છે કે આગામી ર0મી મે સુધીમાં રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળનાર છે જેમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરી શિક્ષણ સમિતિના સભ્યોની નિયુકત કરાશે. પણ તે શકય નથી. કારણ કે સભ્યોની ચૂંટણી માટે સત્તાવાર જાહેર નામુ પ્રસિઘ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. જે ફરજીયાત પણે પૂર્ણ કરવી પડે છે. વર્ષ 2021માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચુંટણીમાં શહેરના 18 વોર્ડની 7ર બેઠકો પૈકી 17 વોર્ડની 68 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. શિક્ષણ સમિતિ પહેલા પણ કોંગ્રેસ મુકત જ હતી અને હવે પણ કોંગ્રેસ મુકત જ રહેશે.
સામાન્ય રીતે સમિતિ સભ્યોની નામાવલીમાં પ્રથમ નામ જેનું હોય તે ચેરમેન બનતા હોય છે. પરંતુ શિક્ષણ સમિતિમાં આવી નહી થાય દુધનું દાઝેલું ભાજપ આ વખતે છાશ પણ ફુંકી ફુંકીને પીશે. તમામ સભ્યો ભાજપના હોવા છતાં જુથવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપના કારણે આખી સમિતિને ઘર ભેગી કરવાની નોબત આપી હતી. જેના કારણે રાજયભરમાં ભાજપની આબરુનું ઘોવાણ થયું છે.
શહેર ભાજપ પાસેથી હાઇકમાન્ડ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ત્રણ-ત્રણ અથવા ચાર-ચાર નામોની પેનલ મંગાવવામાં આવશે. સમિતિના સભ્ય બનવા 4ર દાવેદારોનું લીસ્ટ પ્રદેશમાં મોકલી દેવામાં આવ્યું છે. જેના પર ચારણો માટે 1ર સભ્યોના નામો ફાઇનલ કરવા ટુંક સમયમાં પ્રદેશના હોદેદારોની એક બેઠક મળશે. આગામી એકાદ પખવાડીયામાં શિક્ષણ સમિતિના તમામ 1પ સભ્યોની નિયુકિત કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે હાલ પાંચ નામો ચર્ચામાં છે જેમાં શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, માધવભાઇ દવે અને જીજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે.
જ્ઞાતિ જાતિના સમીકરણોને ઘ્યાનમાં રાખી સભ્યોની વરણી કરવામાં આવશે હાલ શહેર ભાજપના કાર્યકર્તાઓમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહીછે કે શિક્ષણ સમિતિના સભ્યો તરીકે કોને લોટરી લાગશે. મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા ટુંક સમયમાં શિક્ષણ સમિતિના સભ્યોની ચુંટણી માટે સત્તાવાર જાહેરનામુ પ્રસિઘ્ધ કરાશે.