૮૬.૪૩ પોઈન્ટ તુટતા સેન્સેકસ ૩૭૭૦૨એ પહોંચ્યું
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર મુદ્દે મળેલી બેઠક ફરી વખત નિષ્ફળ નિવડી હતી. એટલું જ નહીં અમેરિકા દ્વારા ૨૦૦ અબજ ડોલરની ડયુટી તાત્કાલીક ધોરણે એટલે કે ૧૦ મે થી અમલી બનાવાશે તેવા અહેવાલથી વૈશ્વિકસ્તરે શેરબજારમાં ભુકંપ આવ્યો છે. વૈશ્વિક બજારો વધુ ૨ ટકા અને ભારતીય બજારો ૧.૫ ટકા સુધી તુટયું હતું.
સ્થાનિક શેરબજારોમાં વાત કરવામાં આવે તો અત્યારે સેન્સેકસમાં ૧૧૭.૬૦નું ગાબડુ પડતા સેન્સેકસ ૩૭૬૭૧એ પહોંચી ગયો છે. જયારે રોકાણકારોના મુડીમાં પણ કરોડોનું ભંગાણ પડયું છે. યુરોપ અને એશિયાઈ શેરબજારોમાં આજે પણ મંદીની ચાલ આગળ વધી હતી. વૈશ્ર્વિક ઈકવીટી ઈન્ડેક્ષ નીચી સપાટી પર પહોંચ્યો હતો.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે બીએસઈ સેન્સેકસમાં આજે વધુ ૧૧૭ પોઈન્ટનો ઘટાડો થતાં સેન્સેકસ ૩૭૬૭૧એ પહોંચ્યું હતું. જેમાં નિફટીમાં ૨૨.૭૫ પોઈન્ટનો ઘટાડો થતાં ૧૧૩૩૬ પહોંચ્યું છે. ત્યારે આવનારા સમયમાં મોંઘવારીની આર્થિક ડામાડોળની પરિસ્થિતિ માર્કેટમાં કડાકો કરશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ લેટેસ્ટ આંકડા પર જો નજર કેન્દ્રીત કરવામાં આવે તો સેન્સેકસમાં ૮૬.૪૩ પોઈન્ટનો ઘટાડો અને નિફટીમાં ૨૨.૭૫ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.