જીડીપીના વિકાસ દર વધારવામાં ઘટતા મુડી રોકાણે સમસ્યા સર્જી : લોકોની ખરીદ શક્તિ વધારવા સરકારના પગલા ર્અતંત્ર માટે આશિર્વાદરૂ પબની જશે
મોદી સરકારની પ્રમ ટર્મમાં નાગરિકોની ર્આકિ સમસ્યાઓ દૂર કરવા વિવિધ યોજનાઓની જાહેરાત કરી તેનો અમલ કરવાનું શરૂ થયું હતું. જેના પરિણામે ભારતીય ર્અતંત્ર જુલાઈ થી સપ્ટેમ્બર મહિના દર મિયાન ૭.૧ ટકાના દરે ગતિ કરી રહ્યું હતું. પરંતુ ત્યાર બાદ એકા એક વૈશ્ર્વિક પરિબળો અને સનિક સ્થિતિઓ અનુરૂપ ન રહેતા મોદી સરકારની બીજી ટર્મમાં ર્આકિક્ષેત્રે વિવિધ પડકારો નો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં પ્રજાની આર્થિક સમસ્યા મોદી સરકાર માટે મોટો પડકાર બની ચૂકી છે.
મોદી સરકાર માટે ગ્રોસ ફીકસ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ) વર્તમાન સમય માટે સમસ્યા છે. સતત મુડી રોકાણમાં ઘટાડો ઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં જીએફસીએફનો દર ૧૬.૮ ટકા લગાવાયો હતો. જો કે, વર્તમાન સમયમાં તે ઘટીને ૧૨.૫ ટકાએ પહોંચી ગયો છે. સરકારે લીધેલા પગલા બાદ ધાર્યા મુજબના પરિણામો આવી શકયા ની. ગત વર્ષે જીએફસીએફ માટે ૯.૩ ટકા લગાવેલા અંદાજ કરતા ચાલુ વર્ષે તે વધીને ૧૦ ટકાએ પહોંચ્યો છે. થોડા સમય માટે જીડીપીની સ્થિતિ સુધરી છે. સરકારે ગત ટર્મમાં નોટબંધી અને જીએસટી સહિતના બોલ્ડ પગલા લીધા હતા. જેના કારણે સ્થિતિ બગડશે તેવું નિષ્ણાંતોનું માનવું હતું. ચાલુ ટર્મમાં હવે સરકારે ભૂતકાળમાં લીધેલા પગલાની અસર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
ર્અતંત્રમાં થોડા સમય માટે જોવા મળેલી સુસ્તી પાછલ રાજકીય સ્થિતિ પણ જવાબદાર જોવા મળી છે. રાજસન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગઈ વર્ષે યેલી ચૂંટણી બાદ સત્તામાં આવેલા ફેરફારના કારણે ર્અતંત્રમાં મહદઅંશે માઠી અસર ઈ હતી. ચાલુ વર્ષે ર્અતંત્રની સ્થિતિ સુધારવા માટે સરકારે કોર્પોરેટ ટેકસ ઘટાડવા સહિતના પગલા લીધા હતા. જેની અસર લાંબાગાળા જોવા મળશે તેવું માનવામાં આવે છે. સરકારે ર્અતંત્રમાં સુધારો લાવવા લીધેલા પગલાની કેટલીક નકારાત્મક અસર પણ ગત વર્ષે જોવા મળી હતી. મોદી સરકારે બહુમતિના જોરે આર્થિક સુધારાની સો કેટલાક સામાજિક સુધારા પણ હા ધર્યા હતા. મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે ત્રિપલ તલાક બીલ લાવવાનો નિર્ણય મોદી સરકારે લીધો હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા તેમજ તાજેતરમાં સીએએ લઈ આવવાનો નિર્ણય પણ મોદી સરકારનો હતો. મોદી સરકારના ઈકો સોસીયો પોલીટીકસના એજન્ડામાં અનેક મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૧૯ના ઓગષ્ટ મહિનામાં જાહેર કરાયેલા જીડીપીના આંકડા ભારતીય ર્અતંત્ર માટે થોડા સમયની સુસ્તી દર્શાવી રહ્યાં હતા. વર્ષ ૨૦૧૯ના એપ્રિલી જૂન મહિના સુધીમાં ભારતીય ર્અતંત્રનો વિકાસ ધીમો રહ્યો હોવાનું જણાવાયું હતું. માત્ર ૫ ટકાના દરે ર્અતંત્ર વિકાસ પામ્યું હતું. આ દરમિયાન કેન્દ્ર સરકારે વિવિધ સુધારાવાદી નિર્ણયો લીધા હતા. ફિશ્કલ ડિફીસીટ માટે કેટલીક પોલીસી ઘડી કાઢવામાં આવી હતી. આગામી બજેટમાં પણ મોદી સરકાર લોકોની ખરીદ શક્તિ વધારવા માટે નિર્ણયો લેશે. બજારમાં નાણાની તરલતા જળવાઈ રહે તેના અનુસંધાને સરકારના નિર્ણયો સતત પ્રયત્નશીલ રહેશે. આગામી વર્ષ ભારતીય ર્અતંત્ર માટે ખુબજ મહત્વનું છે. ભાજપ સરકારના ચૂંટણી ઢંઢેરામાં રહેલા મુદ્દાઓ મહદઅંશે પુરા થઈ ચૂકયા છે. હવે ર્અતંત્રને વેગવાન બનાવવાનો મુદ્દો સરકાર માટે પડકાર બની જાય તેવી શકયતા છે. પ્રજાની ર્આકિ સમસ્યા મોદી સરકાર માટે મુશ્કેલી સર્જથી રહી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
- કેશ રિઝર્વ રેશિયો સાત વર્ષની ટોચે : બેંકોને પગભર કરવા પ્રયાસ
જાહેર ક્ષેત્રની બેંકોમાં નાણા ઠાલવવાના સને સરકાર હવે બેંકોને પગભર કરવાનો પ્રયાસ કરશે. આગામી બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકો માટે કેપીટલ ઈન્ફ્યુસનની જાહેરાત નહીં ાય. જેના સને બેંકોને બેડલોન્સની રીકવરી અને માર્કેટમાંી ફંડ મેળવવા માટે પ્રોત્સાહન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. વર્તમાન સમયમાં કેસ રિઝર્વ રેશિયો ૭ વર્ષની ટોચે છે. બેંકો એનસીએલટી અને નોન એનસીએલટીના માધ્યમી આગામી વર્ષમાં રિકવરી કરવા માંગે છે. આ ઉપરાંત માર્કેટમાંથી ફંડ મેળવવાની તૈયારી પણ બેંકો કરશે. વર્તમાન સમયમાં કેસ રિઝર્વ રેશીયો ૭૬.૬ ટકા સુધી પહોંચવા પામ્યો હતો. રિઝર્વ રેશીયાની સીધી અસર બેંકોની સ્થિતિ ઉપર વા પામી છે. જેના કારણે આર્થિક સ્થિતિ થોડા સમય માટે ડામાડોળ થઈ હતી. બેંકોના કેસ રિઝર્વ રેશીયાથી બજારમાં નાણાની તરલતા કેટલી છે તે તુરંત જાણી શકાય છે. બેંકો કેશ રિઝર્વ રેશીયામાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. આગામી બજેટમાં બેંકોને વધુ પ્રમાણમાં પ્રોત્સાહન મળવાની ની. આવા સમયે કેશ રીઝર્વ રેસીયાની સાથો સાથ બેંકોને બેડ લોન્સ અંગે પણ ચિંતા સતાવી રહી છે.
- ૨૦૨૦-૨૧માં ફંડ વધારવા બેંકો નોન-કોર બિઝનેસ વેચશે?
આગામી બજેટમાં સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં નાણા ઠલવવાની તૈયારીમાં ની. જેના કારણે બેંકોને નોનકોર બિઝનેશ વેંચીને ફંડ મેળવવું પડે તેવી સ્થિતિ છે. તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એસબીઆઈ કાર્ડ અને પેમેન્ટ સવિર્સીસ લીમીટેડ સહિતની કંપનીઓ પોતાની સબસીડી કંપનીઓમાં નોનકોર બિઝનેશ અંગે નિર્ણય લેવાયો હતો. નેશનલ સ્ટોક એકચેન્જમાંથી પોતાનો ૧.૦૧ ટકા હિસ્સો એટલે કે, ૫૦ લાખ શેર એસબીઆઈ વેંચશે. આવી રીતે અન્ય બેંકો પણ ફંડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે ૬૮૮૫૫ કરોડ બેંકોમાં ઠાલવી દીધા હતા. આ ઉપરાંત બેંકોનું મર્ઝર કરવાનો નિર્ણય પણ સરકારે લીધો હતો. બેંકોની સ્થિતિ સુધારવા સરકારે પ્રયાસ કર્યા હતા. પંજાબ નેશનલ બેંકને રૂ.૧૬૦૯૧ કરોડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને ૧૧૭૬૮ કરોડ, કેનરા બેંકને ૬૫૭૧ કરોડ જ્યારે ઈન્ડિયન બેંકને ૨૫૩૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મર્જનાર અલ્હાબાદ બેંકને રૂ.૨૧૫૩ કરોડ અને આંધ્ર બેંકને ૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. એલઆઈસી દ્વારા સંચાલીત આઈડીબીઆઈ બેંક ને પણ રૂ.૪૫૫૭ કરોડનું ભંડોળ સરકાર તરફી આપવામાં આવ્યું હતું.