રૂ ૮ હજારનું ટેબલેટ સરકાર દ્વારા રૂ.૧ હજારમાં ફાળવાશે: ૩.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજનાનો લાભ મળશે
ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે નમો ઈ-ટેબલેટનો વિતરણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનો યુવાન સ્કીલ ક્ષેત્રે આગળ વધે તે માટે રાજય સરકાર દ્વારા ‚ા.૮ની બજાર કિંમતનું ટેબલેટ હજારમાં આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરામાં વચન આપતી હોય છે કે અમે લેપટોપ આપીશું, ટેબલેટ આપીશું પણ અમારી સરકારે નિર્ણય કર્યો છે કે, ચૂંટણી ઢંઢેરા વિના ન્યુ એજ વોટર્સને ટેબલેટ આપીને તેમની શક્તિને દેશ માટે જોડવી જોઈએ. ગુજરાતનો યુવાન ૧૨મું પાસ કરીને યુનિવર્સિયીના કેમ્પસમાં જાય એ બધા વિદ્યાર્થીઓએ વર્લ્ડ કલાસ સ્ટુડન્ટ બનાવવા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક જ કલીકમાં આખી દુનિયા સમાય જાય તે માટે સરકારે પૈસાનો નહીં પણ વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કર્યો છે. યુવા વિદ્યાર્થીઓના આધાર પર ન્યુ ઈન્ડિયાનું સપનું સાકાર થશે. સ્ટેન્ડ અપ અને સ્ટાર્ટ અપ દ્વારા સરકાર આગળ વધી રહી છે. આજે ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા ખુબ વધી છે ત્યારે ગુજરાતનો વિદ્યાર્થી જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને તે આજના સમયની માંગ છે. મધ્યમ વર્ગ સમાજ સૌથી વધુ ટેકસ ચૂકવતો હોય છે. ત્યારે સરકારે મધ્યમ વર્ગની ચિંતા કરી છે.મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ યુવાનોને સંબોધન આપતા જણાવ્યું કે, ગુજરાતનો યુવાન મહેનતુ છે, બુદ્ધિશાળી છે, આ દેશ મહાસત્તા બને તે દિશામાં કાર્યરત છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીઓ તક્ષશીલા, વલભી અને નાલંદા બને તે પ્રકારનું વાતાવરણ ઉભુ કરવું છે. ગાંધી,સરકાર, નર્મદ અને નરેન્દ્રભાઈની ભૂમિ છે ત્યારે આ ભૂમીનો યુવાન સ્કીલવાન, ડિજીટલ સ્માર્ટ બને તેવી અપેક્ષા છે. ન્યુ એજ વોટર્સ, ન્યુ એજ પાવર બને તે માટે વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરાયું છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રી વલ્લભભાઈ કાકડીયા, જયદ્રથસિંહ પરમાર,સંસદીય સચિવ વિભાવરીબેન દવે, મુખ્ય સચિવ જે.એન.સીંઘ તથા શિક્ષણ વિભાગના અંજુ શર્મા સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.