રિટેઇલ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીની લાખો તક ઉભી કરવાનો શ્રેય ઈ-કોમર્સ કંપનીઓને શીરે : ગામડામાં ઉત્પાદિત વસ્તુઓ
ઈ-કોમર્સના કારણે શહેરોમાં પહોંચી: મેનેજમેન્ટ, એનાલીટીકસ, રિસર્ચ અને લોજીસ્ટીક ક્ષેત્રનો વિકાસ થયો
૨૦૨૧ સુધીમાં ભારતની રિટેલ ઈન્ડસ્ટ્રી ૧.૨ ટ્રીલીયન ડોલરની મસમોટી હરણફાળ ભરે તેવી અપેક્ષાઓ વ્યકત કરવામાં આવી છે. રિટેલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટુ યોગદાન લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું એટલે કે, એમએસએમઈ સેકટરનું રહ્યું છે. આ સેકટર ર્અતંત્રને તરલતા તો પૂરી પાડે જ છે તેની સાથે રોજગારીનું નિર્માણ પણ કરી રહ્યું છે. તેની સો ઈ-કોમર્સ પણ જોડાઈ જતા હવે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષા વધુ ગાઢ બની છે.
ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ઘડવામાં આવેલી ડિઝાઈનના કારણે સનિક માર્કેટ પ્લેસને સીધુ માર્કેટ મળી રહ્યું છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી માલ ઈ-કોમર્સ કંપનીઓ પાસે જાય છે. જેના કારણે વચ્ચેટીયાઓને પણ ફાયદો થાય છે અને ઉત્પાદકોને પણ. ગ્રાહકોને મોટુ ડિસ્કાઉન્ટ આપીને ઈ-કોમર્સ કંપનીઓ ફાયદો કરાવે છે. પરિણામે સમગ્ર બિઝનેશ મોડેલ તમામ માટે અનુકુળ જણાય રહ્યું છે. દિવાળીના સમયગાળા દરમિયાન ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના માધ્યમી ઓનલાઈન સેલર્સ બનેલા અનેક વેપારીઓનું વેંચાણ ૪ થી ૫ ગણુ તોતીંગ વધી ગયું હોવાની જાણવા મળ્યું હતું. આ સાથે જ લાખોની સંખ્યામાં રોજગારીની તકો ઉભી ઈ હતી.
પરંપરાગત લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સન હાઈટેક ટેકનોલોજીના કારણે એક ડગલુ આગળ આવ્યું છે. હવે ઈ-કોમર્સના પ્લેટફોર્મ ઉપર સામાન સરળતાી વેચવામાં આવી રહ્યું છે. ગ્રાહકો મોટા પ્રમાણમાં મળે છે. વચેટીયાઓનું પ્રમાણ ઘટી જતાં બન્ને તરફે ફાયદો ઈ ર્હયો છે. ઈ-કોમર્સનો વ્યાપ વધતા મેનેજમેન્ટ, એનાલીટીકસ, રિસર્ચ અને લોજીસ્ટીક સહિતના ક્ષેત્રોમાં પણ ધસમસતી ક્રાંતિ આવી છે. ગામડાઓ સુધી બ્રાન્ડ પહોંચવા લાગી છે. તેની સો સનિક બ્રાન્ડને પણ વિશ્ર્વમાં વિકાસ સાધવાનું મોકળુ મેદાન મળ્યું છે.
મોટા શહેરો અને મધ્યમ કક્ષાના નગરોની સાો સા ગ્રામ્ય ક્ષેત્રે પણ ઈ-કોમર્સના કારણે લોકો ઘર બેઠા ખરીદી કરે છે. જેથી જે વસ્તુ શહેરનો વેપારી વેંચતો હોય તે સરળતાી ગ્રામ્યકક્ષાએ પહોંચી જાય છે અને ગામડામાં સ્પાયેલા લઘુ ઉદ્યોગોનો સામાન ઝડપી ગ્રામ્ય વિસ્તારમાં વેંચાય છે જેના સકારાત્મક પરિણામ પ્રારંભીક ધોરણે જોવા મળી ર્હયાં છે. અગાઉ કોઈ નાનો વેપારી દુકાન ખરીદે અને બહોળો સામાન વધાવે ત્યારબાદ વેપાર કરતો હતો. આ વેપાર કોઈપણ એક વિસ્તાર પુરતો સીમીત હતો જો કે ઈ-કોમર્સના પ્લેટફોર્મના કારણે હવે કોઈ દુકાન ખરીદવાની જરૂર રહેતી ની. ઉપરાંત હવે વેપાર કોઈ એક વિસ્તાર પુરતો સીમીત રહેતો ની. પરિણામે માર્કેટ પ્લેસ બહોળુ બન્યું છે. ગ્રાહકોને પણ વિવિધ વિકલ્પો મળવા લાગ્યા છે. અહીં નોંધનીય છે કે, વર્તમાન સમયમાં ભારતીય રિટેલ ઈન્ડસ્ટ્રીઝમાં ઈ-કોમર્સ સેકટરનો ફાળો માત્ર ૩ ટકા જ છે છતાં લાખો લોકોને રોજગારી ઈ-કોમર્સના કારણે પૂરી પડી રહી છે. હવે આધુનિકતા મુદ્દે જાગૃતિ આવતા લોકો ઓનલાઈન શોપીંગ તરફ વળી રહ્યાં છે. ઈ-કોમર્સ પ્રત્યે વિશ્ર્વાસનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ગ્રાહકો વધ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદિત તી વસ્તુઓને શહેરમાં વેંચાણ કરવી સરળ બની છે. ઈન્ફાસ્ટ્રકચર વિકસવા પાછળ ઈ-કોમર્સ પણ પાયાની બાબત છે.