- મજુર જેવો ઈસમ ટાવર પર આપઘાત કરવાના ઇરાદે ચઢયો હતો
- પોલીસ દ્વારા સમજાવામાં આવતા ભારે જહેમત બાદ પોલ ઉપરથી નીચે ઉતર્યો
દ્વારકા ન્યૂઝ : કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વર્દ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ઊર્જાના પડતર ટાવર પર એક મજુર જેવો ઈસમ ટાવર પર આપઘાત કરવાના ઇરાદે ચઢી ગયો હતો. તે પરપ્રાંતીય હોવાથી ગુજરાતી ભાષા જાણતો ન હતો . ટાવર ઉપર ચડતા કલ્યાણપુર પોલીસ તુરત જ સ્થળ પહોચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .
પોલીસ સ્ટાફ દ્વારા સીવીલ ડ્રેસમા ટાવર ઉપર ચડી આ પરપ્રાતીય વ્યકિત પાસે જઈને ધીમેથી સમજાવતા આ ઇસમને પોતાના ઘરે જવા સમજાવ્યો હતો . પોલીસ દ્વારા ભરોસો આપી સાત્વના આપતા તે ઈસમ ભારે જહેમત બાદ પોલ ઉપરથી નીચે ઉતાર્યો હતો . પરપ્રાંતીય ઇસમ હરીમોહનને સમજાવી તેમના પરીવાર સાથે મીલન કરાવી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરી તેમના વતન મધ્યપ્રદેશ ખાતે તેમના પરીવાર જનો-ભાઈઓ સાથે રવાના કરેલ છે.
આ કામગીરી કરનાર કલ્યાણપુર પોલીસઃ (૧) યુ.બી. અખેડ પો.સબ ઇન્સ. , (૨) દેવીયાભાઇ ભાન એ.એસ.આઇ, (૩)નારણભાઇ દેથરીયા પો.હેડ કોન્સ., (૪) હરદાસભાઇ ચાવડા પો.હેડ કોન્સ., (૫) મયુરભાઇ ગોજીયા પો.હેડ કોન્સ.,(૬) ખીમભાઇ વસરા ડ્રા.પો.હેડ કોન્સ., (૭) માંડણભાઇ ગઢવી પો.કોન્સ., (૮) ભરતભાઇ ગોજીયા પો.કોન્સ..
આ કાર્યમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિનો પણ માનવીય અભિગમ ખૂબ મહત્વનો બન્યો છે.