દવા ઉદ્યોગ માટે વિવિધ પ્રકારની કાર્યવાહીને ઝડપથી મંજૂરી આપવા નોડલ કો-ઓર્ડીનેશન કમિટી બનાવાશે
સૌ પ્રથમ વખત કોરોના વાયરસ જયાંથી ફેલાયાનું માનવામાં આવે છે તેવા દેશ ચીનની વિશ્ર્વભરનાં દેશોમાં વિશ્ર્વસનીયતા તળીયે જવા પામી છે. જેથી ચીનમાં દવા સહિતના ઉદ્યોગોમાં રોકાણ કરનારી મોટાભાગની વિદેશી કંપનીઓએ ચીનમાંથી ઉચાળા ભરવાની તૈયારી શ કરી દીધી છે. ચીનના વિકલ્પે આ વિદેશી કંપનીઓ ભારત પર પસંદગી ઉતારે તે માટે કેન્દ્રની મોદી સરકારે વિવિધ કાયદાઓમાં અનેક સુધારા વધારા કરવા તૈયારી આદરી દીધી છે. જેને લઈને દવા ઉદ્યોગમાં વિદેશી મૂડી રોકાણને આકર્ષવા નવી દવાઓ અને રસીઓનાં કલીનીકલ ટ્રાયલનો સમય ગાળો ૧૨ માસથી ઘટાડીને ત્રણ માસનો કરવા ભલામણ કરાય છે.
કોવિડ-૧૯ના વૈશ્ર્વીક સંક્રમણ બાદ ઉભી થયેલી પરિસ્થિતિઓને લઈને નીતિ આયોગ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારને જુના કાયદાઓમાં અનેક સુધારા વધારાઓ કરવાની ભલામણ કરી હતી જેથી દવા ઉદ્યોગમાં હયાત કાયદાઓમાં સુધારા કરવા માટે કેબિનેટ સચિવ રાજીવ સુબાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ દેશના દવા ઉદ્યોગને વૈશ્ર્વિક ફલક પર ઝબકાવવા વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં દેશમાં કોઈ પણ નવી દવા કે રસીની કલીનીકલ ટ્રાયલ લેવાની કામગીરી કરતી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાર્ટન્ડ ક્ધટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) હાલમાં આ કામગીરી માટે એક વર્ષનો સમય લે છે તે ઘટાડીને ત્રણ માસનો કરવા ભલામણ કરી છે.
દવા ઉદ્યોગને સ્થાપવાને લગતી તમામ કામગીરીનું સંકલન થઈ શકે તે માટે નોડલ કો.ઓડીનેશન કમિટીની રચના કરીને સમયમર્યાદામાં દરેક અરજીનો નિકાલ થાય તે જોવા ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત, દવા ઉદ્યોગને મજૂરી માટે એક કરતા વધારે ઓથોરીટી અને સંસ્થાઓમાં થતી નકામી પ્રક્રિયામાં થતા સમયના વેડફાયને પણ ઓછો કરવાની પણ ભલામણ કરાય છે. સીડીએસસીઓ પાસે જયારે કોઈ નવી દવા કે રસી નો કલીનીકલ ટ્રાયલ માટે મોકલવામાં આવે ત્યારે કોમન આઈડેન્ટીફીકેશન નંબર આપવામાં આવે આ જ નંબર નો ઉપયોગ મંજૂરીના દરેક
તબકકે કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.
આ માટેની તમામ અરજીઓમાંથી દરેક અરજીઓને અલગ તારવીને કમીટી પાસે મંજૂરી માટે મોકલવાની રહેશે. આરોગ્ય સચિવ કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતાવાળી નોડલ કો.ઓડીનેશન કમિટીની પેનેડીમેડીક સમયમાં દર ૧૫ દિવસે અને સામાન્ય સંજોગોમાં દર માસે બેઠક મળશે અને આ બેઠકમાં દવા ઉદ્યોગ માટેની યોગ્ય અરજીઓને તુરંત મંજુરી આપવાનો નિર્ણય કરાયો છે. દવા ઉદ્યોગ માટે કાયદામાં ફેરફશર માટે રચાયેલી કમીટીની ભલામણે જૂન માસના પ્રથમ સપ્તાહમાં સરકારે મંજૂરી આપી દીધાનું આધારભૂત સુત્રોએ જણાવ્યુંં છે સરકારની આ દવા ઉદ્યોગને ઝડપી મંજૂરી આપવાના નિર્ણયની મોટાપ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ આ ક્ષેત્રે આવશે તેમ મનાય રહ્યું છે.