દિગ્જામ ફાટક પાસે દારૂડિયાએ  ચિક્કાર નશામાં ટ્રેન સામે બે હાથ ઊંચા કરી ગડગડતી દોટ મૂકી,ટ્રેન 10મિનિટ રોકવી પડી!

શહેરના દેશી દારૂ માટે કુખ્યાત બનેલા દિગ્જામ ફાટક પાસેની ઝૂંપડપટ્ટી પાસે બુધવારે સવારે એક દારૂડિયાએ ચિક્કાર નશામાં રેલવેના પાટા પર દોટ મૂકીને જાણે ટ્રેનને ચેલેન્જ આપતો હોય તેમ તમાશો કરતા ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રેનને રોકી લીધી હતી.

આ બનાવના કારણે ટ્રેન 10 મિનિટ દિગ્જામ પાસે ઉભી રહી હતી બાદમાં સ્થાનિક લોકોએ આવીને આ દારૂડિયાને લઈ જતાં ટ્રેન ફરી આગળ વધી હતી. આ બનાવે સારી એવી ચર્ચા જગાવી છે. ગઈકાલે સવારે ચિક્કાર નશો કરેલા એક શખસે શર્ટ કાઢીને ગાંધીનગર સ્ટેશનથી આવતી ટ્રેન સામે બે હાથ ઉંચા કરીને દોટ મૂકી હતી પરંતુ ટ્રેન ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે ટ્રેનને ઉભી રાખવામાં તે સફળ થયા હતા જે બાદ ત્યાં અન્ય સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને નશાખોરને લઈ ગયા હતા. આ બધી બઘડાટીમાં ટ્રેન 10 મિનિટ સુધી ત્યાં ઉભી રહી હતી. દારૂડિયા દ્વારા ટ્રેન રોકાવવાની આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.