ફાર્માસ્યુટીકલ કંપનીઓ વિશ્વના ૧૬ દેશોમાં દર વર્ષે અધધધ…. રપ હજાર કરોડ રૂપિયાની કરચોરી કરતી હોવાનો ઓકસફેમ રિપોર્ટમાં ઘટસ્ફોટ
દવા બનાવતી કંપનીઓ વ્યાપક પ્રમાણમાં ટેકસ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ઓકસફેમના રીપોર્ટમાં ચોકાવનારો ખુલાસો થયો છે કે વિશ્વની ટોચની ફાર્માસ્યુટીકલ કંપનીઓ ૧૬ દેશોમાં દર વર્ષે અધધ….. રપ હજાર કરોડ રૂપિયાની કરચોરી કરે છે.
દવા બનાવતી કં૫નીઓ દ્વારા થતી ટેકસચોરીનું વધુ પ્રમાણ વિકસીત દેશોમાં હોવાનું જાણવા મળ્યું છે. જયારે ચીન, ભારત સહીતના વિકાસતા દેશોમાં ફીઝર, જહોનસન ધ જહોનસન, એબોટ અને કર્મ ધ કો એમ ચારેય કંપનીઓ દ્વારા વર્ષે ૧૧૨ મીલીયન ડોલર (૮ હજાર કરોડ રૂ ની કરચોરી કરાય છે.)
રીપોર્ટ અનુસાર વિકસીત દેશોમાં દવા બનાવતી કંપનીઓને સરેરાશ ૭ ટકાનો નફો મળે છે. જયારે વિકાસશીલ દેશોમાં સરેરાશ પ ટકાનો નફો મળે છે. વૈશ્વીકસ્તરે જોઇએ તો ઠગ કંપનીઓને સરેરાશ ૩૦ ટકા સુધીનો નફો પ્રાપ્ત થાય છે જો કે ટેકસ પઘ્ધતિની જટીલતાથી છટકબારી તરફ મોટાભાગના કરદાતાઓ વળ્યા છે. આ સામે સરકારે પણ ઘ્યાન દોરી છટકબારી કરતા કરદાતાઓ પર તુટી પડયું જોઇએ.