કચ્છ માંડવીમાં નશાકારક 10.46 લાખની આયુર્વેદીક બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
13525 બોટલ કબ્જે: સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા
અબતક, વારીસ પટ્ટણી, કચ્છ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે હવે ધંધાર્થીઓ નીત નવી તરકીબો અજમાવી રહ્યા છે જેમાં આયુર્વેદીક હર્બલ ટોનીકના નામે નશાકારક પદાર્થનું બેફામ વેચાણ થઈ રહ્યું છે જેમાં કચ્છ માંડવી પોલીસે આયુર્વેદીક હર્બલ ટોનીકના નામે નશાકારક 13525 બોટલ કિં. 10,46,250ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હર્બલ ટોનીકના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
કચ્છ માંડવી પંથકમાં આયુર્વેદીક હર્બલ ટોનીકના નામે નશાકારક બોટલોનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાની બાતમી પરથી પોલીસે નાગલપર ગામે સ્વામીનારાયણ મંદિર પાસે મકાનમાં છાપો મારી જુદી જુદી પાંચ બ્રાન્ડની રૂા. 10,46,250ની કિંમતની 13,525 બોટલનો જથ્થો પકડી પાડ્યો હતો.
પોલીસે હર્બલ ટોનીકના આધાર પુરાવા બીલ માંગતા રજુ નહીં કરતા માંડવી જલારામ નગરમાં રહેતા જીજ્ઞેશ હિતેશ પટેલ (ઉ.27) અને રાજેન્દ્રસિંહ બલુભા ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે આયુર્વેદીક હર્બલ ટોનીકના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે આ કામગીરી ઈન્ચાર્જ પી.આઈ. આર. સી .ગોહીલ સહીતના સ્ટાફે વિશેષ પૂછપરછ હાથ ધરી છે.